Western Times News

Gujarati News

વોટ્‌સએપનું ટૂંક સમયમાં મલ્ટી ડિવાઈઝ ફીચર આવશે

નવી દિલ્હી: વોટ્‌સએપ યૂઝરની સંખ્યા સતત વતી રહી છે. ત્યારે કંપની વોટ્‌સએપમાં સતત અપડેટ લાવી રહી છે. ત્યારે હાલમાં જ વોટ્‌સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જે ફીચરથી યૂઝરને અનેક ફાયદા થશે. અને વોટ્‌સએપ અપડેટ થશે.

ત્યારે શું છે નવા ફીચરના ફાયદા તે જાણીએ. વોટ્‌સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી એક વોટ્‌સએપ અકાઉન્ટને ઘણા ડિવાઈસથી લિંક કરી શકાશે. આ મલ્ટી ડિવાઈઝ ફીચર ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ હજુ સુધી તે અપડેટ થયું નથી.

જાે કે હવે આ ફીચર જલદી જ વોટ્‌સએપ પર આવી જવાનું છે. વોટ્‌સએપના મલ્ટી-ડિવાઈઝ ફીચર વિશે થોડા દિવસ પહેલાં જાણકારી સામે આવી હતી. ત્યારે હાલ મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં આઈઓએસ અને એન્ડ્રોઈડ માટે આ ફીચર ઉપલબ્ધ કરવામાં આવશે. લેટેસ્ટ વોટ્‌સએપ બીટા વર્ઝન ૨.૨૧.૩૦માં યૂઝરને લિંક્ડ અકાઉન્ટથી લગ આઉટ કરવાનો ઓપ્શન મળશે.

અત્યાર સુધી કોઈ અકાઉન્ટને ડિલિંગ કરવા માટે વોટ્‌સએપ કે બિઝનેસ વોટ્‌સએપ સાથે અનઈન્સ્ટોલ કરવું પડતું હતું. જે બાદ નવા ક્રેડેન્શિંયલ્સની સાથે લોગ-ઈન કરવું પડતું હતું. જાે કે આ પ્રોસેસમાં જાે બેકઅપ લેવાનું ભૂલી ગયા તો યૂઝરની મહત્વપૂર્ણ ચેટ અને મીડિયા પણ ડિલીટ થવાની સંભાવના હતી.

જાે કે આ નવું મલ્ટી ડિવાઈસ ફીચર વોટ્‌સએપ અને વોટ્‌સએપ બિઝનેસ બંને પર શાનદાર રીતે કામ કરશે. આ ફીચર એન્ડ્રોય માટે પણ ઉપલબ્ધ થશે. હાલ આ ફીચર ટેસ્ટિંગ સ્ટેજમાં છે. માટે આ ફીચરના ઉપયોગ માટે હજપ યૂઝરે થોડી વધુ રાહ જાેવી પડશે. મલ્ટી-ડિવાઈઝ સપોર્ટ પર વોટ્‌સએપ બહુ શાનદાર રીતે કામ કરી રહ્યું છે.

રિપોર્ટ મુજબ આ ફીચરના બે વેરિએન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં એક ફીચર વેરિએન્ટ મુજબ વેબ અથવા ડેસ્કટોપ વ્હોટ્‌સએપને ત્યારે જ યૂઝ કરી શકાય છે જ્યારે લિંક્ડ ડિવાઈસ પર એક્ટિવ નેટ કનેક્શન ન હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.