Western Times News

Gujarati News

ઘરમાં વધારે ટેક્નોલોજિકલ ડિવાઈસ પણ હિતકારક નથી

નવી દિલ્હી: હાલના આ ત્રણ-ચાર વર્ષમાં આપણે હવે કોફીની મશીન બંધ કે પછી વોશિંગ મશીન બંધ કરવાની જરૂર નહીં રહે, બાથટબને ભરવા માટે આપણી જરૂર નહીં રહે, હદ તો ત્યારે પણ થશે કે દરવાજા ખોલવા પણ માણસોએ જવું નહીં પડે અને આ બધાનું કારણ છે ટેક્નોલોજી-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ.

પરંતુ, શું તમને લાગે છે કે આ બધું જરૂરી છે? વધુ સારી સેવામાં શું આપણે હવે જાેખમો નથી નોતરી રહ્યાં? આ વિચારવા જેવા સવાલો છે.

આગામી સમયમાં સ્માર્ટ કોફી મેકર બજારમાં ઉપલબ્ધ હશે, તે તમને દરરોજ નિયત સમયે-નિયત મર્યાદામાં કોફી બનાવી આપશે. પરંતુ જ્યારે તમે ઘરે વહેલાં સૂઈ જાવ કે ન હાજર જ ન હોવો તો? તે દિવસે શું? જાે તમે સિસ્ટમ બંધ નહીં કરી હોય તો સ્માર્ટ કોફી મશીન તેની રોજિંદી કામગીરી રાબેતા મુજબ કરશે જ.

આ કોફી વધુ ઉકળી શકે છે અને ફ્લોર પર ઢોળાઈ પણ શકે છે. સૌથી ખરાબ સ્થિતિ ત્યારે સર્જાશે જ્યારે ઘરમાં કોઈ બાળક હશે અથવા કોઈ પેટ હશે, તેઓ આકસ્મિક રીતે ઘાયલ થશે તો?

જવાબદાર કોણ? આપણે, સિસ્ટમ કે કંપની? ૧૯૫૦ની ટૂંકી વાર્તા સ્માર્ટ હોમ આજે સિદ્ધ થઈ રહી છે. પરમાણુ ઉર્જાના વપરાશ થકી ૨૦૨૬માં સ્માર્ટ હોમનું ચિત્રણ તે સમયે થયું હતું, જેમાં કોઈ પણ માનવ સહાયની જરૂર ન હતી. આ સ્માર્ટ હાઉસમાં ખોરાક જાતે રંધાઈ જશે, ડીશ જાતે જ સાફ થશે.

દરેક વસ્તુ પ્રી-પ્રોગ્રામ્ડ થયેલ હશે. ફક્ત એટલું જ કે ઘરમાં એક પણ મન્યુષ્ય ન હોવા છતા આ સ્માર્ટ હોમ તેના રોજિંદા કાર્યો ટેકનિકથી કરતું રહેશે. લગભગ ૭૧ વર્ષ પહેલાં જ્યારે આ વાર્તા પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવી હતી,

ત્યારે લોકોને તે અવિનાશી લાગ્યું હતું કે આવી તકનીકી ક્યારેય અસ્તિત્વમાં આવશે જ નહીં, પરંતુ આજે ૨૦૨૧માં આ બધું અને અન્ય બીજું ઘણું બધું ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ઉપલબ્ધ છે. દાખલા તરીકે સ્માર્ટ દરવાજાે લો. એઆઈ અને ચહેરાની ઓળખનો ઉપયોગ કરીને, પ્રિ-પ્રોગ્રામ કરેલ ડેટાના આધારે દરવાજા આપમેળે મુલાકાતીઓ માટે ખુલી શકે છે.

તેથી જાે તમારી પાસે પાલતું પ્રાણી હોય કે પછી ઘરમાં કોઇ મેડ હોય તો તો દરવાજાે ખોલવા માટે તમારા ઘરે શારીરિક રૂપે હાજર રહેવું ન પડે અને તેના અનેક નુકસાન તો તમે જાણો જ છો. તાજેતરમાં કરવામાં આવેલા વિવિધ અભ્યાસોએ પણ પુષ્ટિ આપી છે કે, એઆઈ-નેતૃત્વવાળી ચહેરાની ઓળખ તકનીક ફૂલપ્રૂફ નથી.

૨૦૧૯ના યુએસ અભ્યાસે પણ દર્શાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આફ્રિકન-અમેરિકન અને એશિયન ચહેરાઓને ઓળખવામાં અનેક પ્રકારની ભૂલો કરે છે. અદ્યતન ઉપકરણો ખાસ ઘરની અંદર ખાસ કરીને બાળકો અથવા વરિષ્ઠ નાગરિકો માટે જાેખમકારક બની શકે છે.

બાળકો વોશિંગ મશીન ચાલુ કરી શકશે અને બાળકો આકસ્મિક રીતે મશીનની અંદર લોક થઈ જાય તેવા દાખલા અસામાન્ય નથી. દિવસના ચોક્કસ સમયે ચોક્કસ તાપમાને ભરવા માટે રચાયેલ ગિઝર્સવાળા પૂર્વ-પ્રોગ્રામ કરેલ છૈં બાથ ટબ્સ સાથે આજ પ્રકારના જાેખમ છે. જાે કુટુંબમાં કોઈ વૃદ્ધ સભ્ય અથવા બાળક તમારી ગેરહાજરીમાં સિસ્ટમ બંધ કરવામાં અક્ષમ હોય તો શું થઈ શકે છે ?

આ ઉત્પાદનોની રચના કરતી કંપનીઓ આ જાેખમોથી સારી રીતે જાગૃત છે. તેઓ ગ્રાહકોને સાવચેતી રાખવા માટે અનેક વખત ચેતવે છે, મેન્યુઅલ શટઓફના વિકલ્પને ચાલુ જ રાખવા માટે સૂચવવામાં આવે છે પરંતુ પ્રશ્ન એ છે કે જાે એઆઈ જીવનને સરળ બનાવવા માટે છે, તો કોઈએ એઆઈને રોકવા કે કંટ્રોલમાં રાખવા દખલ શા માટે કરવી જાેઈએ ?

માત્ર ઉપકરણનો જ નહીં તેમાં સેવ કરેલ તમારો ડેટા પણ તમારા માટે જાેખમી સાબિત થઈ શકે છે. આ ઉપકરણોમાંથી તમામ ડેટા કોણ એકત્રિત કરી રહ્યું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે ,તેનો પણ ભય રહેશે. જાે હેકર આ ડેટાની ચોરી કરી એક્સેસ મેળવી લે તો ? સિસ્ટમમાં ફિશિંગ એટેક થઈ જાય તો શું થઈ શકે છે ?

કલ્પના બહાર જાય છે ને જવાબ. જાે દાખલો જાેવો હોય તો તાઇવાન જેવા અનેક સ્થળોના ઉદાહરણ આપણી સામે જ છે. ત્યાં સ્માર્ટ રોબોટ્‌સ અને કનેક્ટેડ ઉપકરણોનો ઉપયોગ વધુને વધુ થાય છે, ત્યાં હેકરો દ્વારા ઉપકરણોને હેક કરીને ગેરફાયદો ઉઠાવવાય છે અને સિસ્ટમની છટકબારીઓનો દુરુપયોગ થવાનું જાેખમ પણ સામાન્ય છે.

હેક કરેલ ઉપકરણો અને સ્થિતિમાંથી છુટકારો મેળવવા હેકરોએ બિટકોઇન્સ અથવા રોકડ ચુકવણીની માંગ પણ શરૂ કરી દીધી છે. તો આવા હેક્સને ટાળવા માટે તકનીકી એન્ક્રિપ્શન અને ડેટા સુરક્ષા પ્રક્રિયાઓ કેવી રીતે હાથ ધરવામાં આવી રહી છે? અત્યાર સુધી આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબો નથી મળી રહ્યાં. કોઈનું ઘર સંપૂર્ણ સ્માર્ટ બનાવવામાં સંભવિત જાેખમ તો રહેલું જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.