ચીન લદ્દાખ બાદ સિક્કિમમાં પણ નરમ, નાકુલામાં પેટ્રોલીગ ઓછું કર્યું
નવીદિલ્હી: પેંગોંગ ત્સો પર ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સંયુકત પ્રયાસથી સામાન્ય થઇ રહેલ સ્થિતિના પ્રભાવે જાહેર રીતે નાકુલા પર પણ તનાવ ઓછો કર્યો છે અહીં મે ૨૦૨૦ બાદથી તનાવની સ્થિતિ બની હતી
કંચનગંગા ચોટીના દક્ષિણ પશ્ચિમમાં આવેલ ઉત્તર સિકિકમમાં ૧૪,૦૦૦ ફુટથી વધુ ઉચાઇ દર્રે પર ૯ મે ૨૦૨૦માં બંન્ને સેનાઓ વચ્ચે ભારે ગોળીબાર થયો અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ સુધી બંન્ને પક્ષોના સૈનિકોને ઇજા પણ થઇ
સુત્રોના જણાવ્યા અનુસાર પૈંગોગ ત્સો વિધટનની જેમ નકુલા પર તનાવોને ઓછો કરવા માટે બીજીંગમાં ઉચ્ચતમ સ્તર પર વિશ્વાસ અને સંબંધોને સામાન્ય બનાવવા માટે નવેસરથી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અહીં પણ પેટ્રોલિંગ ઓછી કરવામાં આવી છે.એ યાદ રહે કે પીએલએના મામલામાં નિર્ણય લેવાનો અધિકાર રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વવાળી કેન્દ્રીય સૈન્ય આયોગની પાસે છે જે ચીનના રક્ષા દળોના કમાંડર ઇન ચીફ પણ છે.
એક પૂર્વ આર્મી ચીફનું કહેવુ છે કે જે ગતિથી પીએલએએ પેંગોગ ત્સોના ઉતરી કિનારા પર ફિંગર ૮થી આગળ અને શ્રીજાપ મેદાન તરફથી પોતાના સૈનિકોને પાછા લીધા છે આ સાથે જ દક્ષિણી કિનારેથી ૨૨૦ નજીક ચીની ટેંકોની વાપસીથી સ્પષ્ટ રીતે માહિતી મળે છે કે ચીનમાં આ નિર્દેશ ઉચ્ચતમ સ્તરથી આવ્યા છે તેનાથી એ સમજી શકાય છે કે ત્તરી કિનારામાં ચીનની વાપસી લગભગ પુરી થઇ ગઇ છે અને દક્ષિણી કિનારામાં ઝીલથી કૈલાશ રેજ તરફ જવાની કવાયત જારી છે.
વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અનુસાર ભારતીય સેનાના કમાંડરોને નાકુલામાં જારી સંધર્ષનો હવાલો આપતા પોતાના પીએલએ સમકક્ષોની સાથે ગંભીર અવિશ્વાસનો સવાલ ઉઠાવ્યો હતો ત્યારબાદ ૧૦ ફેબ્રુઆરીએ પૈંગોગ ત્સો ડિસઇગેજમેંટની સમજૂતિ થઇ એ પણ માહિતી મળી છે કે ફકત એ સાબિત કરવા માટે કે પીએલએ ભારતીય સેનાની સાથે વાસ્તવિક અસહમતિ માટે પ્રતિબધ્ધ હતું એક બટાલિયન કમાંડરે તે દિવસે નકુલામાં પોતાના ભારતીય સમકક્ષની સાથે બેઠક કરી જેમાં ચીની પક્ષથી અન્ય કોઇ પરિવર્તન નહીં કરવાનું આશ્વાસન અપાયું
ગત છ વર્ષોમાં પીએલએની ગશ્તી ટીમે નકુલા ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની ભારતીય ધારણાની વિપરીત રિજની નીચે આવવાનો પ્રયાસ કર્યો છે જેથી બંન્ને દેશઓની સેનાઓનો આમનો સામનો થયો છે જાે કે ચીની બેસ રિજ લાઇનથી ખુબ પાછળ છે પરંતુ અતીતમાં પીએલએએ નકલાને પાર કરવા અને સ્થાનિક ભારતીય પશુપાલકો દ્વારા નિર્મિત દિવાલ સધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.