ડીઝલના ભાવ ઘટશે નહીં તો ટ્રાંસપોર્ટરો હડતાળ પાડશે
નવીદિલ્હી: ડીઝલના વધતા કીમતો અને ઉચ્ચ કરનો વિરોધ કરતા ટ્રાંસપોર્ટરોએ હડતાળ પાડવાની ચેતવણી આપી છે ટ્રાંસપોર્ટરોની મુખ્ય સંગઠન ઓલ ઇન્ડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસ (એઆઇએમટીસી)એ કહ્યું કે ડીઝલની કીમતો સતત વધી રહી છે આ ઉપરાંત કરના ઉચ્ચ દરો ઇ વે બિલથી સંબંધિત અનેક વાતો અને વાહનોને કબાડ કરવાની વર્તમાન નીતિ વગેરે પર એઆઇએમટીસીની સંચાલન પરિષદમાં ચર્ચા કરવામાં આવી છે.
એઆઇટીએમટીસી લગભગ ૯૫ લાખ ટ્રક ડ્રાઇવરો અને લગભગ ૫૦ લાખ બસો અને પર્યટકો ઓપરેટરોના પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે સંગઠને નિવેદનમાં કહ્યું કે તેણે રાષ્ટ્રીય નેતૃત્વને માંગણીઓના સમાધાનની દિશામાં પ્રક્રિયા શરૂ કરવા માટે સરકારને ૧૪ દિવસની નોટીસ જારી કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્ય માગોમાં ડીઝલની કીંમતમાં તાકિદે ઘટાડો અને તેમાં એકરૂપતા ઇ વે બિલ અને જીએસટીથી સંબંધિત મુદ્દાનું સમાધાન અન વાહનોને કબાડ કરવાની નીતિના અમલમાં લાવતા પહેલા ટ્રાંસપોર્ટરોની સાથે આ બાબતમાં ચર્ચા સામેલ છે સંગઠને કહ્યું કે જાે સરકાર આમ કરશે નહીં તો દેશભરમાં પરિચાલન બંધ કરવા માટે મજબુર બનશે HS