દીપિકાને મેસેજ કરીને યુઝરે આપી ગાળ તો એક્ટ્રેસે જવાબ આપ્યો
સ્ટાર્સ ટ્રોલર્સને ઇગ્નોર જ કરતા હોય છે પરંતુ ક્યારેક તેઓ રિએક્ટ પણ કરી દેતા હોય છે. નજરઅંદાજ કર્યા કરતા જડબાતોડ જવાબ આપવા માટે પણ કેટલાક સ્ટાર્સ બદનામ છે. આ લિસ્ટામાં દીપિકા પાદુકોણનું નામ પણ ઍડ થયુ છે.
દીપિકાએ હાલમાં જ પોતાની ઇન્સ્ટા સ્ટોરી શૅર કરી અને તેમાં તેને ગાળ દેનાર યુવકને સીધો ડોર કરી દીધો છે. યુઝરે દીપિકાને અપશબ્દો કહ્યાં હતા અને તેને મેસેજ કરીને દીપિકાએ જવાબ આપ્યો હતો અને બાદમાં તેને સ્ટોરીમાં શૅર પણ કર્યો હતો. તેમાં તેણે લખ્યું હતું કે તમારો પરિવાર તમારા પર ખુબ ગર્વ મહેસુસ કરી રહ્યો હશે. ફેન્સને દીપિકાનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. બીજી તરફ દીપિકા પોતાના પર બનેલા મિમ્સ જાતે જ શૅર કરે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા હાલ ઘણી મોટી ફિલ્મોનો હિસ્સો છે. હાલમાં તે શકુન બત્રાની અનટાઇટિલ્ડ ફિલ્મનું શૂટ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી નજર આવશે. તો બીજી તરફ રણવીર સાથે ૮૩ ફિલ્મમાં પણ નજરે આવશે.
આ સિવાય તે શાહરુખ ખાન સાથે પઠાણ ફિલ્મની શૂટિંગ કરી રહી છે. તે ફિલ્મના શૂટિંગ માટે તે જલ્દી જ દુબઇ જશે. દીપિકા પાદુકોણ સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઇટરમાં રિતિક સાથે નજર આવશે. આ ફિલ્મમાં તે દ્રોપદીની ભૂમિકામાં નજર આવશે તેવી પણ વાત થઇ રહી છે.
દીપિકા પાદુકોણ સોશ્યલ મિડીયા પર તસવીર પોસ્ટ કરવામાં ઘણી જ સિલેક્ટિવ છે. ત્યારે ફેન્સના મનમાં સવાલ આવ્યો છે કે શું દીપિકા ગુડ ન્યુઝ આપવાની છે. અનુષ્કાથી લઇને કરીના કપૂર પણ પ્રેગનેન્સીની ખબર આપી ચૂક્યા છે ત્યારે હવે શું દીપિકાનો વારો છે?
દીપિકાએ પોતાના ટિ્વટર પર એક તસવીર શૅર કરી છે જેમાં તે થોડુ નીચે જાેઇ રહી છે અને શરમાઇ રહી છે. જાે કે કેપ્શનમાં તેણે માત્ર ફેબ્રુઆરી જ લખેલુ છે. તે તસવીરના કારણે યુઝર્સ દીપિકાને સવાલ પૂછી રહ્યાં છે. દીપિકાની આ તસવીરે ખુબ સસપેન્સ ક્રીએટ કર્યુ છે. તમને જણાવી દઇએ કે દીપિકા અને રણવીરે ૬ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા છે. નવેમ્બર ૨૦૧૮માં તેમના લગ્ન થયા હતા અને આ વર્ષે દીપિકાની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે.