આપની રેલીમાં ઉમટી રહેલી ભીડે ભાજપની ઊંઘ ઉડાડી
અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ સહિત ૬ શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થવાની છે. ત્યારે આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાય તેવો સંજાેગો પ્રવર્તી રહ્યા છે. જેને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થતી હોય છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં અન્ય પક્ષ ચિંતામાં મુકાયા છે.
આ દરમિયાન આપના ઉમેદવારોની રેલીઓમાં ઉમટી રહેલી ભારી ભીડે ભાજપની પણ ઊંઘ ઉડાડી દીધી છે. મળતી માહિતી પ્રમાણે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આપની રેલીઓમાં જંગી જનમેદનીના પગલે અન્ય રાજકીય પક્ષોની ઊંધ ઉડી ગઈ છે.
જણાવી દઈએ કે, શહેરનો પશ્ચિમ વિસ્તારમાં ભાજપનો ગઢ ગણાય છે, અને તેમા જ આપની રેલીઓમાં લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. આ ભીડને કારણે ભાજપને મતના પરિણામે નુકસાન થવાની શક્યતા છે. રેલીઓને લઈને ભાજપનું મોવડી મંડળ પણ ચિંતામાં મુકાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીની જાહેરાત વખતે આપની અસર કોર્પોરેશનની ચૂંટણીમાં વર્તાય તેવું લાગતું નહોતું, પરંતુ ચૂંટણી પ્રચાર શરૂ થયા બાદ આપના ઉમેદવારોએ ઘરે-ઘરે જઈને લોકોના પ્રશ્નો ઉઠાવવાની ખાતરી આપી. આ દરમિયાન રવિવારે આપના ઉમેદવારો વિવિધ વિસ્તારોમાં રેલીઓ યોજી હતી.
આ દરમિયાન બાઈક પર જ ખૂબ મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. જેના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક પણ અટવાયો હતો. આમ આપના ઉમેદવારોની રેલીઓમાં જંગી ભીડ ભેગી થતાં ચૂંટણીની ચિત્ર બદલાઈ રહ્યું છે!
રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે. જે બેઠકો ભાજપ સીધેસીધી જીતી જતું હતું ત્યાં પણ આપના ઉમેદવારોની અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને તેના લીધે ભાજપના ઉમેદવારો દોડતા થયા છે.