Western Times News

Gujarati News

રણધીરના ૭૪મા બર્થ ડે પર કપૂર પરિવાર ભેગો થયો

મુંબઈ: કરીના કપૂર અને કરિશ્મા કપૂરના પિતા અને એક્ટર રણધીર કપૂરનો આજે ૭૪મો જન્મદિવસ છે. રણધીર કપૂરના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે કપૂર પરિવાર ભેગો થયો હતો. ૧૪ ફેબ્રુઆરીએ રાત્રે કપૂર ફેમિલીના ચેમ્બૂર સ્થિત નિવાસસ્થાને તમામ સભ્યો આવ્યા હતા. કેક કાપવા ઉપરાંત પરિવારના સભ્યોએ ભેગા થઈને સાથે સમય વિતાવ્યો હતો.

ત્યારબાદ મોડી રાત્રે સૌ પોતપોતાના ઘરે જવા રવાના થયા હતા. પ્રેગ્નેન્ટ કરીના કપૂર ખાન પતિ સૈફ અને દીકરા સાથે પિતાના બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી. કરીનાએ ગ્રીન રંગનું સિલ્કી કફ્તાન પહેર્યું હતું. જ્યારે સૈફ બ્લેક કૂર્તામાં જાેવા મળ્યો હતો.

બર્થ ડે સેલિબ્રેશન પૂરું કરીને નીકળતાં રાત્રે મોડું થયું હતું ત્યારે તૈમૂર ઊંઘી ગયો હતો. કપૂર મેન્શનમાંથી નીકળતી વખતે સૈફ તૈમૂરને તેડીને આવ્યો હતો. જાે કે, કપૂર મેન્શન પાસે ઊભેલા ફોટોગ્રાફર્સના કેમેરાની ફ્લેશ લાઈટથી નાનકડા ટિમની ઊંઘમાં ખલેલ પહોંચી હતી.

ત્યારે પપ્પાએ તેના ચહેરા આગળ હાથ રાખી દીધો હતો જેથી પ્રકાશ ના આવે. કરીના ઉપરાંત તેની બહેન કરિશ્મા કપૂર પણ પિતાના બર્થ ડે સેલિબ્રેશનમાં દીકરી અને દીકરા સાથે આવી પહોંચી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરિશ્માએ રણધીર કપૂરની બર્થ ડે કેકની ઝલક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. રણધીર કપૂરના બર્થ ડે માટે બે કેક લાવવામાં આવી હતી.

એક કેક પર હેપી બર્થ ડે પપ્પા લખેલું હતું. તો બીજી હાર્ટ શેપની કેક પર લખ્યું હતું, “તમે અમારા વેલેન્ટાઈન છો. હેપી બર્થ ડે પપ્પા. રણધીર કપૂરનાં પત્ની બબીતા કપૂર પણ બર્થ ડે પાર્ટીમાં સામેલ થયા હતા. નીતૂ કપૂર પણ દીકરી રિદ્ધિમા કપૂર સહાની સાથે રણધીર કપૂરના બર્થ ડે સેલિબ્રેશનમાં આવ્યા હતા. નીતૂ અને રિદ્ધિમા બ્લેક આઉટફિટમાં જાેવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.