સાહેબ દંડ ભરવા તો તૈયાર છીએ પ્લીઝ વાહન જપ્ત ના કરો
સુરત: શહેરમાં અઠવા ગેટ ટ્રાફિક પોઇન્ટ પર તહેનાત પોલીસની ખુલ્લેઆમ દાદાગીરીનો એક વીડિયો બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યો છે. જેના પગલે ખળભળાટ મચી ગયો છે.
જેમાં ટ્રાફિક પોઇન્ટ પર તહેનાત દાદાઓ જબરજસ્તી કરી વાહન ચાલકનું વાહન જમા કરાવી દેતા હોય છે. એક મસમોટી રકમનો મેમો પણ ફટકારતા હોય છે. વીડિયો જાેઇને યુઝરે સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી રહ્યા હતા કે, પોલીસની આવી દાદાગીરી વ્યાજની નથી.
અઠવા ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલક સાથે રકઝક કરતો એંકર સોશિયલ મીડિયા પર બહોળાપ્રમાણમાં વાયરલ થયો હતો. દંડ વસુલી કરીને વાહન ચાલકને મેમો ફટકારીને પોલીસ દ્વારા કાયદાનું પાલન કરવું તે તેમની ફરજ છે.
જાે કે હવે ચાલક દંડ તો ભરે સાથે સાથે પરેશાન પણ થાય તેવો પ્રયાસ કરવામાં આવે છે. અહીંથી પસાર થતા વાહન ચાલકને પ્રથમ ટ્રાફિકનો મેમો આપી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ વાહન ચાલકનું વાહન પણ જમા કરી લીધું હતું. પોલીસ દાદા એકના બે થતા નથી
તેમને તો માત્ર વાહન ચાલકો પર ખાખીનો રોફ ઝાડવાના મુડમાં હતા. એક તરફ ટ્રાફિકના અભિયાનો ચાલવી ઉચ્ચ અધિકારીઓ વાહન ચાલકોને સમજાવવાની શેખી મારે છે તો બીજી તરફ પોલીસ દાદાઓ ગ્રાઉન્ટ લેવલ પર તહેનાત ટ્રાફિક કોન્સ્ટેબલો દ્વારા અભિયાન પર પાણી ફરી વળતું હોય છે.
આવામાં જરૂરી છે કે પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સારા વર્તન માટે નીચેના અધિકારીઓને સુચન કરવામાં આવે તે જરૂરી છે. હાલ તો પોલીસની આ ઉદ્દંડતાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થેયલા વીડિયો જાેનાર સળગતા સવાલો પણ કરી રહ્યા છે કે શું આવા પોલીસ કર્મચારીઓ કર્મચારીઓ પર ઉચ્ચ અધિકારી ઓ કાર્યવાહી કરશે ખરા તે તો આવનારો દિવસ જ બતાવશે.