કિસાનોની આજીવિકા છીનવી રહ્યાં છે તેવા લોકોને મત નહીં આપવાનું જણાવાશે
રોહતક: પશ્ચિમ બંગાળની ચુંટણીમાં હવે રાજનીતિક પાર્ટીઓની સાથે જ કિસાન સંગઠન પણ કુદવા તૈયાર છે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ આંદોલન કરી રહેલ કિસાનોનું આગામી લક્ષ્ય ચુંટણી છે.કિસાન નેતાઓએ જાહેરાત કરી છે કે તે ચુંટણી રાજય પશ્ચિમ બંગાળમાં પણ સભાઓ કરશે કિસાન નેતા રાકેશ ટિકૈતે પણ કહ્યું છે કે અમે સમગ્ર દેશના પ્રવાસ કરીશુ અને પશ્ચિમ બંગાળ પણ જઇશું જયારે એક કિસાન નેતાએ સંકેત આપ્યો છે કે તે જનતાને એવા લોકોને મત નહીં આપવાનું કહેશે જે કિસાનોની આજીવિકા છીનવી રહી છે કિસાન નેતાઓએએ પણ કહ્યું કે જાે પશ્ચિમ બંગાળમાં ભાજપના લોકો હારી જાય છે ત્યારે તેમનું આંદોલન સફળ રહેશે
કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે અનેક અન્ય રાજયોની જેમ તે તાકિદે પશ્ચિમ બંગાળનો પણ પ્રવાસ કરશે ત્યાં પણ મોટી સભા કરશે ત્યાં પણ એક પંચાયત આયોજીત કરવામાં આવશે શું યાત્રા પશ્ચિમ બંગાળની આગામી ચુંટણીથી જાેડાયેલ હશે તેવા પ્રશ્નના જવાબમાં ટિકૈતે કહ્યું કે આ મામલો નથી અમે કિસાનોના મુદ્દાને લઇને ત્યાં જઇશું
જાે કે હરિયાણા બીકેયુના પ્રમુખ ગુરનામ સિંહ ચઢુનીએ મહાપંચાયતને સંબોધિત કરતા લોકોને અપીલ કરી કે તે પંચાયતથી સંસદ સુધીની ચુંટણીમાં એવા કોઇ વ્યક્તિને મત ન આપે જાે પ્રદર્શનકારી કિસાનોની મદદ કરતા નથી અને તેમના આંદોલનને સમર્થન કરતા નથી જયાં સુધી પશ્ચિમ બંગાળનો સંબંધ છે જાે ભાજપના લોકો હારી જાય છે ત્યારે જ અમારૂ આંદોલન સફળ રહેશે પશ્ચિમ બંગાળના લોકો પણ કૃષિ પર નિર્ભર છે અમે ત્યાં જઇશું અને કિસાનોને વિનંતી કરીશું કે તે તેમને મત ન આપે જે આપણા આજીવિકા છીનવી રહ્યાં છી છે.
ટિકૈતે કહ્યું કે કેન્દ્રના કૃષિ કાનુનોની વિરૂધ્ધ આંદોલનનું નેતૃત્વ કરી રહેલ ૪૦ નેતા સમગ્ર દેશનો પ્રવાસ કરશે જેથી આંદોલનને સમર્થન મળે સરકારો લોકોની ઉપર નથી અને તેને આંદોલન કરી રહેલ કિસાનોની માંગનો સ્વીકાર કરવો પડશે