Western Times News

Gujarati News

કિરણ બેદીએ સાથે કામ કરનારા અને જનતાનો આભાર માન્યો

પોડિચેરી: કિરણ બેદીને પોડિચેરીના ઉપરાજયપાલ પદેથી હટાવી દેવામાં આવ્યા છે બેદીની જગ્યાએ હવે તેલંગણાના રાજયપાલ તમિલિસાઇ સુન્દરરાજનને પોડિચેરીનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. અચાનક હટાવ્યા બાદ કિરણ બેદીએ એક ટ્‌વીટ કર્યું છે ટ્‌વીટ દ્વારા કિરણ બેદીએ સાથે કામ કરનાર અને પોડિચેરીના લોકોને સંદેશ આપ્યો છે.

કિરણ બેદીએ ટ્‌વીટ કરતા કરતા કહ્યું કે તે તમામનો આભાર જે પોડિચેરીના ઉપ રાજયપાલ તરીકે મારી યાત્રાનો હિસ્સો હતાં પોડિચેરીના લોકો અને સરકારી અધિકારીઓનો આભાર એક પત્ર ટ્‌વીટ કરતા તેમણે લખ્યું કે પોડિચેરીના ઉપરાજયપાલ તરીકે મારા અનુભવ માટે હું ભારત સરકારની આભારી રહીશ હું તે બધાનો પણ આભાર માનુ છું જેમણે મારી સાથે કામ કર્યું છે.

આ સાથે તેમણે કહ્યું કે હું પુરા વિશ્વાસ સાથે કહી શકુ છું કે મારા આ કાર્યકાળ દરમિયાન રાજનિવાસ ટીમે પુરી લગનથી જનહિત માટે કામ કર્યું છે પોડિચેરીનંું ખુબ ઉજજવલ ભવિષ્ય છે આ હવે લોકોના હાથમાં છે.

એ યાદ રહે કે પ્રશાસનિક અવરોધોને લઇ પોડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી અને કિરણ બેદીની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પોડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ તાજેતરમાં દિલ્હીમાં રાષ્ટ્‌પતિ રામનાથ કોવિંદની મુલાકાત કરી હતી અને કિરણ બેદીને પાછા બોલાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું.

કિરણ બેદીને હટાવ્યા બાદ પોડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યું કે અમારા દબાણના કારણે ભારત સરકારે કિરણ બેદીને હટાવ્યા છે.આ પોડિયેરીના લોકો માટે એક શાનદાર જીત છે તેમણે કલ્યાણકારી યોજનાઓને અવરોધવાના પોતાના વલણથી અહીં વિકાસમાં અવરોધ ઉભો થતો હતો

દરમિયાન રાષ્ટ્રપતિ ભવનથી જારી નિવેદનમાં કહવામાં આવ્યું હતું કે રાષ્ટ્રતિએ નિર્દેશ આપ્યા છે કે કિરણ બેદીને પોડિયેરીના ઉપરાજયપાલ પદેથી હટાવાયા છે અને તેમણે તેલંગણાના રાજયપાલ ડો તમિલિસાઇ પોડિચેરીના ઉપરાજયપાલ કોઇ નવી નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પોતાના પદભારની સાથે પોતાના કર્તવ્યનું પાલન કરતા રહેશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.