ભાડૂઆત માલિકની દાગીના ભરેલી તિજાેરી ઉઠાવી ગયો
અમદાવાદ: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાડુઆત મકાન માલિકની લાખોના દાગીના ભરેલી તિજાેરી ઉઠાવી ગયો છે. મળતી માહિતી પ્રમાણે બાપુનગરમાં રહેતા તથા એમએસએમઈ ડિપાર્ટમેન્ટમાં ઉપનિર્દેશક તરીકે નિવૃત થયેલા ૬૧ વર્ષીય સીનિયર સિટીઝને સરસપુરમાં ભારેડ આપેલા મકાનમાંથી ભાડુઆત ૨૫ કિલો ચાંદી સહિતના દાગીના મૂકેલી લોખંડની તિજાેરી જ ઉઠાવી ગયો છે.
આ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચાંડી અને દાગીનાના જે તે સમયની કિંમતના આધારે રૂ. ૩.૮૦ લાખની મતાની ચોરીની ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ મુજબ બાપુનગરની શક્તિકુંજ સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષીય પ્રવીણભાઈ પરમાર ભારત સરકારના સ્જીસ્ઈ મંત્રાલયની અમદાવાદ શાખામાં ઉપનિર્દેશક તરીકે ફરજ બજાવી નિવૃત થયા હતા. તેમની પુત્રી બેંકમાં નોકરી કરતી હોય
તેમના ઉપયોગ માટે તેમણે સરસપુરના ઈન્ડિયાલ બુલ્સ સેન્ટ્રમમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. જેમાં પ્રવીણભાઈએ તેમની દીકરીનો ઘરવખરીનો સામાન ઉપરાંત વડીલોપાર્જિત મળેલી ચાંદીના એક કિલો વજનના એક એવા ૨૫ ચોરસા સહિતના સોના-ચાંદીના કુલ રકમ ૩.૮૦ લાખની મતા લોખંડની તિજાેરીમાં મૂકી હતી.
દરમિયાનમાં તે સોસાયટીના સેક્રેટરી પ્રભુસિંહ શ્રરીલસિંહ ગુર્જરના કહેવાથી તેમણે ૫૫૦૦ માસિક ભાડે ફ્લેટ મનિષ જયંતિલાલ સથવારા નામના વ્યક્તિને આપ્યો હતો. પરંતુ જે રૂમમાં દાગીના મૂક્યા હતા હતા તેને તાળું માર્યું હતું. જાે કે, થોડા સમયમાં બાદ તેને ભાડુઆતને ફ્લેટ ખાલી કરવા જણાવ્યું હતું.
નિયત સમયગાળામાં ભાડુઆતે ફ્લેટ ખાલી કર્યો ન હોવાથી તેઓ અવાર-નવાર ફોન કરતા હતા પરંતુ ફોન બંધ આવતો હતો. સોસાયટીના સેક્રેટરી પ્રભુસિંહે તેમને ફ્લેટ પર આવી તાળું મારીને જવાનું કહેતા તેમને શંકા થઈ હતી અને રવિવારે તેઓ તેમના દીકરા સાથે ફ્લેટ પર પહોંચ્યા હતા ત્યારે ભાડુઆતનો કોઈ સામાન મળી આવ્યો નહોતો. તેમજ તિજાેરીવાળા રૂમનું તાળું ખોલીને જાેતા દાગીના ભરેલી તિજાેરી જ ગાયબ હતી.