Western Times News

Gujarati News

રેડ બિકિનીમાં મૌની રોયનો ગ્લેમરસ લુક છવાયો

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહે છે. તેના ગ્લેમરસ પોટો ઈન્ટરનેટ પર ઘણા વાયરલ થતા રહે છે. હવે ફરી એકવાર મૌનીના બિકીની ફોટો ધમાલ મચાવી રહ્યા છે. અભિનેત્રીએ દુબઈના ખૂબસૂરત લોકેશન પર રેડ ફ્લોરલ બિકીનીમાં પોતાના ફોટો શેર કર્યા છે. મૌનીએ સમુદ્ર કિનારે રેતી પર મસ્તી કરતાં સાંજના સમયે સૂર્ય પ્રકાશની વચ્ચે આ ફોટો શેર કર્યા છે.

તેણે એક પછી એક તસવીરો શેર કરી છે. જેમાં તે અલગ-અલગ પોઝ આપતી જાેવા મળી રહી છે. મૌની રોયે દરેક ફોટોની સાથે મજાના કેપ્શન આપ્યા છે. વિક્ટરી પોઝ આપતાં તેણે કેપ્શનમાં લખ્યું – સનસેટની પાછળ ભાગતા. જ્યારે બીજા ફોટોમાં સમુદ્ર કિનારે તે રેતી પર સૂતેલી દેખાય છે. આ ફોટો પર તેણે લખ્યું છે – સમુદ્રમાં એક ગીત ગાનારા પક્ષીની

જેમ. આ તસવીરોમાં મૌની રોયનો ચહેરો સ્પષ્ટ જાેવા મળતો નથી. પરંતુ તેની અદાઓ લાજવાબ છે. ફોટો જાેઈને અંદાજ લગાવી શકાય છે કે મૌની દુબઈમાં ફૂલ એન્જાેય કરી રહી છે. મૌની રોય ઘણા સમયથી દુબઈમાં છે. લોકડાઉન દરમિયાન પણ તે દુબઈમાં જ હતી.

આ દરમિયાન તેણે દુબઈમાં સ્વિમિંગ પુલમાં વ્હાઈટ બિકિનીમાં પોતાનો બોલ્ડ અને બિન્દાસ્ત બોડી ફિગર બતાવ્યું. અભિનેત્રીના વક્રફ્રન્ટની વાત કરીએ તો મૌની મોટા પરદા પર ફરી એકવાર પોતાનો જલવો વિખેરવા તૈયાર છે. તે ટૂંક સમયમાં આલિયા ભટ્ટ-રણબીર કપૂર સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જાેવા મળશે. જેમાં તે દમયંતીનો રોલ કરી રહી છે. જાેકે તેના કેરેક્ટરને લઈને કોઈ વાત સામે આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.