Western Times News

Gujarati News

વલસાડમાં પરિવારમાં સગાઇની વાત શરૂ થતાં જ ૨૦ વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત

Files Photo

વલસાડ: પરિવારમાં પોતાના સગપણની વાત શરૂ થતાં જ ધોરણ-૧૨માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો છે. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં બનેલી આ કરૂણ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા અને શાકભાજી વેચવાનો ધંધો કરતાં ઉદયભાણ યાદવ નામના એક શાકભાજી વિક્રેતાની ૨૦ વર્ષની દીકરી પિંકી યાદવ વલસાડ શહેરની એક સરકારી શાળામાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી. આ દીકરી માટે પરિવારે મુરતિયો જાેવાની શરૂઆત કરી હતી અને તેના સગપણ માટે એક છોકરાના પરિવારજનો ઘરે જાેવા આવવાના હતા. આમ પરિવારમાં તેનાં સગપણની વાત શરૂ થતાં જ યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

મૃતક પિંકી ઉદયભાણ યાદવ આજે ઘરે એકલી જ હતી. પરિવારના અન્ય સભ્યો કામ-ધંધે બહાર ગયા હતા. તેની બહેન પણ શાળાએ અભ્યાસ કરવા ગઈ હતી. બહેન શાળાએથી ઘરે પરત ફરતા ઘર અંદરથી બંધ હતું. આથી આસપાસના પડોશીઓ સાથે મળીને દરવાજાે ખોલવાનો પ્રયાસ કર્યો હતો

પરંતુ કંઈ અજુગતું થયું હોવાની જ આશંકાએ પોલીસને જાણ કરી હતી અને ઘરનો દરવાજાે ખોલતા જ અંદર રૂમમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી પિંકી યાદવએ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી હતી.

આથી પરિવારજનોને જાણ થતાં જ તેઓ ઘરે પરત ફર્યા હતા. પરિવારમાં દીકરીના સગપણની વાત શરૂ થઈ હતી. તે જ વખતે દીકરીએ જીવનનો અંત આણતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડયો છે. પોલીસે મૃતદેહનો કબ્જાે લઈ અને પોસ્ટમોર્ટમ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.