Western Times News

Gujarati News

ગુજરાતની છ મહાનગર પાલિકાનું કડક સુરક્ષા વચ્ચે મતદાન હાથ ધરવામાં આવશે

અમદાવાદ: આવતીકાલે ૬ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે મતદાન માટે તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. અમદાવાદ શહેરમા દરેક મતદાન મથક માટે મશીનરી વહેંચણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી . એક સ્થળ પરથી ૩ વોર્ડમાં ઈવીએમ મશીન પહોંચાડવામાં આવ્યા છે શહેરના ૪૮ વોર્ડ માટે ૧૬ રિટર્નિંગ ઓફિસરને કામગીરી સોંપાઈ છે.

ચૂંટણીલક્ષી કામગીરી માટે ૨૮ હજારથી વધુ પોલિંગ સ્ટાફ ઉપલબ્ધ કરાવાયો છે. અમદાવાદ મનપા માટે ૪૪૫૦ ઈવીએમ અને ૪૫૫ ઇવીએમની વહેંચણી કરાઇ છે.

અમદાવાદમાં ચૂંટણી માટે ૨૨,૪૫૦નો ચૂંટણી સ્ટાફ સેવા આપશે. આ ઉપરાંત રિઝર્વ ચૂંટણી સ્ટાફ મળી કુલ ૨૮ હજારથી વધારેનો ચૂંટણી સ્ટાફ ઉપલબ્ધ રહેશે. સુરક્ષા માટે પોલીસનું દરેક પોલીંગ બૂથ પર ડિપ્લોયમેન્ટ થશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૪૬.૨૨ લાખ મતદારો નોંધાયા છે.

સુરત મહાનગર પાલિકાના મતદાન માટે અધિકારીઓને ઈવીએમની ફાળવણી કરવામાં આવી. સુરતમાં મતદાન માટે ૩ હજાર ૧૮૫ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે.

સાથે સુરત મનપાના ૩૦ વોર્ડમાં ૧૮ આરઓ ફરજ બજાવશે. જેમાં એક બૂથમાં અંદાજે ૧ હજાર ૩૨ મતદારો મતદાન કરશે. તો મતદાન માટે તાલીમ આપ્યા બાદ કર્મચારીઓને ઈફસ્ મશીન સોંપવામાં આવ્યા છે. સાથે મતદાન માટે ફરજ માટે કર્મચારીઓને અલગ અલગ સ્થળોની ફાળવણી કરવામાં આવી છે. સાથે મતદાન પ્રક્રિયામાં કોઈ અડચણ ન થાય તેના માટે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે.

વડોદરા મહાનગર પાલિકાના મતદાન માટે તૈયારીઓ પુરી કરાઇ છે અહી પણ મતદાન માટે કર્મચારીઓને ઈવીએમની ફાળવણી કરાઈ છે. વડોદરા શહેર કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીની હાજરીમાં ડિસ્પેચની કામગીરી ચાલી છે.

તમામ બૂથ પર પીપીઇ કીટ, સેનેટાઈઝર, ગ્લોઝ, માસ્ક સહિતની કીટ પહોંચાડાઈ છે. વડોદરાના કલેક્ટરે જણાવ્યું કે, ચૂંટણી માટે ૪૦૦૦ જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે. તો દિવ્યાંગ મતદારો માટે ૧૫૫ વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે. વડોદરા મહાનગરપાલિકામાં કુલ ૧૪.૪૬ લાખ મતદારો મતદાન કરશે.

ભાવનગર મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે ઇવીએમ મશીનના ડિસ્પેચની કામગીરી તંત્રએ હાથ ધરી હતી. ભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડ માટે ૨૧૧ જેટલા ઉમેદવારો મેદાને છે.

મહાનગરપાલિકાના ૧૩ વોર્ડ ના ૨૧૧ ઉમેદવારો માટે કુલ ૪૬૯ મતદાન મથક તેમજ ૫૩૮ ઇવીએમ અને કન્ટ્રોલ યુનિટ તેમજ બેલેટીંગ સહિત ૧૦૭૬ યુનિટના ડિસ્પેચ માટે શહેરમાં ૪ કેન્દ્રો પર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા ૪૮ વોર્ડમાં ૧૯૨ સીટ પર મતદાન માટે ૪૫૫૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના વ્યવસ્થાપન ૧૬ રીટર્નીંગ ઓફીસર અને ૧૬ આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફીસર દ્વારા કરવામાં આવ્યું છે અને તેઓ દેખરેખ રાખશે.
રાજકોટ મહાનગરપાલિકાના ૯૯૧ મતદાન મથકોમાંથી ૨૯૭ મતદાન મથકો સંવેદનશીલ અને ૧૯ મતદાન મથકો અતિ સંવેદનશીલ હોવાનું રાજ્ય ચૂંટણીપંચના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

ભાવનગર મહાનગરપાલિકાના ૪૬૯ મતદાન મથકોમાંથી ૧૨૧ મતદાન મથકો સંવેદનશીલ અને એક પણ મતદાન મથક અતિસંવેદનશીલ નથી જે સૌથી નોંધનીય બાબત છે અને જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૪૫ મતદાન મથકો માંથી ૩૧૨ મતદાન મથકો સંવેદનશીલ અને ૧૧ અતિ સંવેદનશીલ મતદાન મથકો હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદમાં ૧૯૧ બેઠકો માટે ૭૭૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને ૪૫૩૬ માંથી ૪૨૫ મતદાન મથકો જાેખમી છે. ૬ કોર્પોરેશનમાંથી ભાવનગર શહેરમાં એક પણ અતિસંવેદનશીલ નથી !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.