સાંસદ મોહન ડેલકરે મુંબઈમાં આત્મહત્યા કરતા સનસનાટી
સીબીઆઈ તપાસ થવાની શક્યતા સાથે એસીબી દ્વારા સાથીઓની તપાસ ચાલુ હતી !
(પ્રતિનિધિ) વલસાડ: દાનહના સંસદનું નિધન થયું છે મુંબઈમાં આકસ્મિક અવસાનની ખબરથી સનસનાટી ફેલાઈ છે પરિજનો મુંબઈ જવા રવાના થઈ ગયા છે, દાનહના સાંસદ મોહન ડેલકરનું આકસ્મિક નિધન થયાની ખબર વહેતી થતા તેઓના સમર્થકોમાં ભારે ચકચાર મચી છે.
મોહન ડેલકરે મુંબઈની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે. સ્થળ ઉપરથી ગુજરાતીમાં લખેલી સ્યુસાઈટ નોટ મળી આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
પ૮ વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે. ૧૯૮૯માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ ૭ ટર્મથી ચૂંટાતા હતા.
મોહન ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટી તરફથી પણ સંસદસભ્ય બન્યા હતા. વર્ષ ર૦૦૯થી તેઓ કોંગ્રેસમાં જાેડાયા હતા. પરંતુ ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેઓ અપક્ષ ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા. સુસાઈડ નોટમાં શુ લ્ખયું છે ? તે મુદ્દે અનેક અટકળો ફેલાઈ છે. ડેલકર સામે સીબીઆઈ તપાસ થવાની વાત હતી અને મોહન ડેલકરના સાથીઓ પર એસીબીની તપાસ ચાલી રહી હતી.*