નરોડામાં લકઝરી બસ પર પથ્થરમારોઃ પ્રવાસીઓને ઈજા
સીટમાં બેસવા બાબતે થયેલી તકરારમાં મામલો બિચક્યોઃ ૧૭ ઝડપાયાઃ પ૦ થી વધુ બાઈકો કબજેઃ કલીનર લાપત્તા |
(પ્રતિનિધિ) અમદાવાદ : રાજસ્થાનથી મુસાફર ભરીને અમદાવાદ ખાતે આવવા નીકળેલી બસમાં સીટ બાબતે થયેલી સામાન્ય બોલાચાલી ગઈકાલે પથ્થરમારા સુધી પહોંચતા ચકચાર મચી છે. બે મુસાફરો વચ્ચે થયેલી તકરારને પગલે કંડકટરે વચ્ચે પડીને ઝઘડો સુલઝાવ્યો હતો તેમ છતાં સમગ્ર રસ્તે બંને લડતા રહયા હતા જેમાંથી એક મુસાફરે નરોડા પાટીયા નજીક પોતાના સાગરીતોને બોલાવતા ટ્રાવેલ્સ્ની બસ આવે તે અગાઉ જ ૧પ૦ થી ર૦૦ માણસોનું ટોળુ એકત્ર થઈ ગયુ હતું તથા બસ આવતા જ અગાઉથી જ નકકી હોય
તેમ બસની ઉપર ભીષણ પથ્થરમારો કરતાં બસનો કંડકટર તથા કલીનર ઉપરાંત કેટલાકંક મુસાફરો પણ ઘાયલ થઈ ગયા હતા. ર૦૦ માણસોના ટોળાએ હુમલો કરી પથ્થરમારો કર્યા બાદ કંડકટર તથા કલીનરને મારવા લીધો હતો ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને નાસભાગના દ્રશ્યો ઉભા થયા હતા.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રાજસ્થાનના ઉદેપુર ખાતેથી રાજારાણી ટ્રાવેલ્સની બસો ગુજરાતના અમદાવાદ તથા અન્ય શહેરોના રૂટ ઉપર ચાલે છે. ગઈકાલે બાર વાગ્યાના સુમારે ડ્રાઈવર અમરતલાલ, કંડકટર પર્વતસિંહ ચૌહાણ (રાજસ્થાન) તથા કલીનર રાકેશ બસમાં મુસાફરોને લઈ અમદાવાદ ખાતે આવવા નીકળ્યા હતા
બપોરના સુમારે બે મુસાફરો વચ્ચે સીટમાં બેસવા બાબતે ઝઘડો થતાં કંડકટર પર્વતસિંહે વચ્ચે પડીને મામલો શાંત પાડયો હતો અને બંનેને અલગ બેસાડ્યા હતા જાકે એક પેસેન્જર ત્યાં જ ઉતરી ગયો હતો તથા રપ કિ.મી. દુર પોતાના સાગરીતો સાથે આવીને બસ રોકાવી મુસાફર સાથે ફરીથી ઝઘડો કર્યો હતો
જયાંથી જેમ તેમ કરીને ડ્રાઈવરે ગાડી આગળ જવા દિધી હતી પરંતુ માથાભારે પેસેન્જરે તેના મળતિયાઓને જાણ કરી દેતાં રાજસ્થાનથી અમદાવાદ ખાતે આવ્યા છતાં તેમણે પીછો છોડયો ન હતો. જેના પગલે ડ્રાઈવર અમરતલાલ બસ છોડીને ભાગી ગયો હતો જયારે મુસાફરોની જવાબદારી સમજી કંડકટર પર્વતસિંહ બસ ચલાવીને ત્યાંથી નરોડા પાટીયા ખાતે રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે પહોચ્યા હતા.
જાકે નરોડા પાટીયા ત્રણ રસ્તા ખાતે માથાભારે મુસાફર તથા તેના ર૦૦ જેટલા સાગરીતો હથિયાર સાથે બસની રાહ જાતા ઉભા હતા પર્વતસિંહને જાતા જ તેમણે રસ્તો રોકી જબરદસ્તી બસ રોકાવી દીધી હતી અને પર્વતસિહ તથા કલીનર રાકેશને પકડીને જાહેરમાં ઢોરમાર માર્યો હતો.
બસો લોકોનું ટોળુ જાઈ મુસાફરો પણ ગભરાઈ ગયા હતા દરમિયાન ટોળામાંથી લોકોએ બસ ઉપર પથ્થરમારો શરૂ કરતાં જ હાહકાર મચી ગયો હતો અને બસમાંથી મુસાફરો પણ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે ટોળાએ નરોડા પાટીયા વિસ્તારને માથે લેતાં દેકારો મચી ગયો હતો.
દરમિયાન નરોડા પોલીસની પીસીઆર વાન નીકળતા પર્વતસિંહે બુમાબુમ કરી મુકતા પોલીસ તેમની મદદે આવી હતી અને પર્વતસિંહને માંડ છોડાવ્યા હતા ઘટનાની ગંભીરતા સમજી તુરંત કંટ્રોલ રૂમમાં સમગ્ર ઘટનાની જાણ કરતાં તાબડતોબ પોલીસનો કાફલો નરોડા બેઠક ખાતે પહોચ્યો હતો.
પોલીસને જાતાં જ ટોળામાં નાસભાગ મચી હતી જેમાંથી ૧૭ જેટલા લોકોને ઘટના સ્થળેથી જ પકડી લેવાયા હતા જયારે ભાગી ગયેલા અન્ય શખ્સોની ઓળખ હાથ ધરી ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે ધમાલ જેવું વાતાવરણ ઉભુ થતાં મધરાતે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પહોચી ગયા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. પથ્થરમારાની ઘટનાને પગલે ગઈકાલે સમગ્ર રાત દરમિયાન પોલીસે નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
ચોંકાવનારી બાબત એ હતી કે ટોળાએ મારવા લીધેલ કંડકટર રાકેશનો પત્તો લાગી શકયો ન હતો જેની શોધખોળ પોલીસે રાતભર ચલાવી હતી. ઉપરાંત ૪૦ થી પ૦ મોટરસાયકલ પણ કબજે કરી હતી જયારે પકડાયેલા ઈસમોમાં મનદીપસીંગ રાજપુત, લક્ષ્મણસીંગ સીસોદીયા, ગોપાલસીગ, નિર્ભયસીંગ, રાજેન્દ્ર સહીતના અન્ય સામેલ છે પથ્થરમારામાં બસને રૂપિયા દોઢ લાખથી વધુનું નુકશાન થયું હતું.