અજાણી મહિલા ઘરમાંથી ૮ તોલાના દાગીના લઈ ફરાર
મહેસાણા: લગ્નસરાની સિઝનમાં ઘરમાં ચોરી થવાની ઘટનાઓ બનવી સ્વાભાવીક છે. પરંતુ કડીના થોર રોડ આવેલી સોસાયટીમાં બનેલી ઘટના ઘરમાં રહેતી મહિલાઓ માટે ચેતવણી રૂપ ગણી શકાય. અહીં એક અજાણી મહિલા ચાંલ્લો માંગવાના બહાને ઘરમાં હાથસાફ કરી ગઈ હતી. અજાણી મહિલાએ ઘરમાં હાજર મહિલાને મંત્રમુગ્ધ કરીને ઘરમાં રાખેલા આઠ તોલાના સોનાના દાગીના લઈને ફરાર થઈ હતી. આ અંગે જાણ થતાં પોલીસે તપસા શરૂ કરી છે
જાેકે, સોસાયટીમાં લગાવેલા સીસીટીમાં એક શંકાસ્પદ મહિલા કેમેરામાં કેદ થઈ હતી. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે કડીના થોળ રોડ પાણીની ટાકી પાસે આવેલ તેજેશ્વર સોસાયટીમા શહેરની તેજેશ્વર સોસાયટીમા પટેલ વિષ્ણુભાઈ ગોરધનભાઈ તેમની પત્ની અને બાળકો સાથે રહે છે. સવારે પતિ કામે ગયા હતા અને પૂત્ર મામાના ઘરે ગયો હતો. ઘરમા છાયાબેન એકલા હતા. એકલાતો લાભ ઉઠાવી રવિવારે સવારે એક અંજાણી મહિલા ચાંલ્લો માંગવાના બહારને છાયાબેનના ઘરે આવી હતી.
છાયાબેન ઘરમાથી બહાર આવી તેને ચાંલ્લો નથી તેવુ કહેતા અજાણી મહિલાથી મંત્રમુગ્ધ બની ગયેલા છાયાબેને ઘરમા પડેલ સોનાની મગમાળા, દોરો બે વીંટી અને બુટ્ટીઓ સહિત આઠ તોલાના સોનાના દાગીના આપી દીધા હતા. પંદર મિનીટ બાદ અચાનક છાયાબેન સભાન અવસ્થામા આવી જતા અચાનક તેમણે ઘરમા પડેલ સોનાના દાગીના અજાણી મહિલાને આપી દીધા હોવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ પરિવારને જાણ કરી આસપાસના વિસ્તારમા દોડધામ કરવા છતા અજાણી મહિલાનો છૂમંતર થઈ ગઈ હતી.
જે બનાવ અંગે છાયાબેને કડી પોલિસને જાણ કરતા પોલિસે અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જાેકે, સોસાયટીના એક મકાનમા લાગેલ સીસીટીવી કેમેરા એક શંકાસ્પદ મહિલા દેખાતા તે દિશામા તપાસ આદરી છે. તેજેશ્વર સોસાયટીના એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક અજાણી શંકાસ્પદ મહિલા કેદ થઈ હોવાનું પરિવારે પોલીસને જાણ કરતાં તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે.