Western Times News

Gujarati News

કોરોના સામે ફરી જંગની તૈયારી, ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા થોડા દિવસથી કોરોના કેસ વધ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને ગૃહ સચિવ અજય ભલ્લા પણ હાજર રહ્યા હતા.

ગૃહ મંત્રાલયના અધિકારીએ એક નિવેદનમાં કહ્યુ કે, ગૃહ મંત્રીએ દેશમાં કોરોના વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ, ખાસ કરીને તે રાજ્યોમાં જ્યાં હાલમાં નવા કેસમાં વધારો થયો છે. આ સાથે દેશમાં કોરોના રસીકરણની સ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, કેરલ, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કોવિડ-૧૯ કેસમાં અચાનક વધારો જાેવા મળ્યો છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે અત્યાર સુધી દેશમાં કોવિડ વેક્સિન કુલ ૧ કરોડ ૧૪ લાખ ૨૪ હજાર ૯૪ લોકોને લગાવવામાં આવી છે.

તેમાંથી ૭૫ લાખ ૪૦ હજાર ૬૦૨ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન આપવામાં આવી છે. જેમાં પ્રથમ ડોઝ ૬૪ લાખ ૨૫ હજાર ૬૦ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. જ્યારે બીજાે ડોઝ ૧૧ લાખ ૧૫ હજાર ૫૪૨ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. અત્યાર સુધી ૩૮ લાખ ૮૩ હજાર ૪૬૨ ફ્રંટ લાઇન વર્કર્સને વેક્સિન આપવામાં આવી ચુકી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ચાર રાજ્ય લક્ષદીપ, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ૭૫ ટકાથી વધુ ફ્રંટલાઇન વર્કર્સ અને સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રસીકરણ બાદ અત્યાર સુધી કોઈ ગંભીર આડઅસર જાેવા મળી નથી. તો વેક્સિન લીધા બાદ કોઈ વ્યક્તિના મૃત્યુ પણ થયા નથી.

દેશમાં કોરોનાના ૧૪ હજાર ૧૯૯ નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ આવવાથી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧.૧૦ કરોડથી વધુ થઈ ગઈ છે. તો સતત પાંચમાં દિવસે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ. સોમવારે સવારે આઠ કલાકે જાહેર થયેલા અપડેટ પ્રમાણે નવા કેસ બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧ કરોડ ૧૦ લાખ ૫ હજાર ૮૫૦ થઈ ગઈ છે. તો વધુ ૮૩ દર્દીઓના મૃત્યુ બાદ દેશમાં કોરોનાથી અત્યાર સુધી ૧ લાખ ૫૬ હજાર લોકોના મૃત્યુ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.