૨૨ વર્ષના બે યુવા ઉમેદવાર કોલેજ જવાની ઉંમરે કોર્પોરેટર બન્યા
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજાે કર્યો છે. વડોદરા મહાનગર પાલિકામાં ભાજપનો વિજય થતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો.વડોદરામાં ભાજપની ૨૨ વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. આ ઉપરાંત ભાજપના ૨૨ વર્ષના યુવા પુરૂષ ઉમેદવાર શ્રીરંગ આયરેનો પણ વિજય થયો છે. વડોદરાના વોર્ડ નં-૧૮માં સતત ૩૪ વર્ષથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનો પરાજય થયો છે. તેઓને અંતિમ રાઉન્ડમાં મતદાન મથક છોડીને રવાના થઈ ગયા હતા.