Western Times News

Gujarati News

વડાપ્રધાન ૨૫ કે ૨૬ ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરી શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડીયે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરી શકે છે ૨૫ કે ૨૬ ફેબ્રુઆરીએ વડાપ્રધાનનો પ્રવાસ થઇ શકે છે.તે પ્રદેશમાં ઉપરાજયપાલથી સુરક્ષા સ્થિતિ અને વિકાસ ગતિવિધિઓની સમીક્ષા કરવા ઉપરાંત જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે પર સાડા આઠ કિલોમીટર લાંબી બનિહાલ કાજીગુંડ હાઇવે ટનલને રાષ્ટ્રને સમર્પિત પણ કરશે મોદીથી લોકાર્પણ માટે ૨૫,૨૬ ફેબ્રુઆરીએ પ્રદેશ સરકાર તરફથી સમય માંગવામાં આવ્યો છે.

એ યાદ રહે કે કાજીગુંડ બનિહાલ સુરંગ જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવેને સદાબહાર હાઇવે બનાવવામાં ખુબ મદદગાર સાબિત થઇ શકે છે અને આ હાઇવેનું રાષ્ટ્ર માટે સામરિક મહત્વ પણ વધુ છે. હાલ કાશ્મીરમાં સડકના માર્ગે પહોંચવા માટે જવાહર સુરંગને પાર કરવી પડે છે આ કાજીગુંડ બનિહાલ ટનલ જવાહર સુરંગનો વિકલ્પ હશે

આમ તો જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે પર અનેક જગ્યાઓ પર જમીન ધસી પડવાની અને હિમપાત થાય છે પરંતુ બનિહાલ કાજીગુંડ સુરંગ ખુલ્યા બાદ સૌથી વધુ જમીન ધસી પડવાના સંવેદનશીલ વિસ્તારનો સૌથી મોટો અવરોધ દુર થઇ જશે જાે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જમ્મુ કાશ્મીરના ક્ષેત્રીય નિદેશક હેમરાજનું કહેવુ છે કે તેમને હજુ સુધી વડાપ્રધાન મોદીના કાજીગુંડ ટનલના લોકાર્પણ માટે પહોંચવાની માહિતી મળી નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.