Western Times News

Gujarati News

દક્ષિણ ભારતમાં કોંગ્રેસ તમામ રાજયોમાંથી સત્તાની બહાર થઇ

નવીદિલ્હી: પોડિચેરીમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ રાજનીતિક સંકટ ગઇકાલે કોંગ્રેસની સરકાર તુુટી પડવાની સાથે જ ખત થઇ ગયું છે. પોડિચેરીમાં સરકાર તુટી પડયા બાદ કોંગ્રેસે દક્ષિણ ભારતમાં કર્ણાટક બાદ બીજુ રાજય ગુમાવ્યું છે કયારેક કોંગ્રેસના મજબુત ગઢ તરીકે જાણીતા દક્ષિણ ભારતનાં આજે પાર્ટી તમામ રાજયોમાં સત્તાની બહાર થઇ ચુકી છે.

૨૦૧૪માં લોકસભા ચુંટણીમાં હાર બાદથી કોંગ્રેસ સત્તાની લડાઇમાં સતત ભાજપથી પાછળ રહી છે પંજાબ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર અને ઝારખંડને છોડી આજે સમગ્ર દેશમાં પાટી સત્તાની બહાર છે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોંગ્રેસ ભલે સત્તામાં હોય પરંતુ અહીં પાર્ટીની ભૂમિકા અનુક્રમે નંબર ત્રણ અને નંબર બેની જ છે.

કયારેક વટવૃક્ષની જેમ સમગ્ર હિન્દુસ્તાનમાં ફેલાયેલી પાર્ટીની વર્તમાન સ્થિતિ માટે પાર્ટી નબળી થવાનું કારણ સંગઠન અને સમર્પિત કાર્યકરોની મહત્વપૂર્ણ જવાબદારી માનવામાં આવી રહી છે. પાર્ટીમાં આંતરિક કલહ અને રાષ્ટ્રીય સ્તર પર નેતૃત્વને લઇ અસંતોષ જાહેર થઇ ચુકયો છે. પાર્ટીની અંદર બે જુથ થઇ ગયા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ૧૫ વર્ષ બાદ સત્તામાં પાછી ફરી હતી પરંતુ આ સરકાર ૧૫ મહીનામાં પણ ટકી શકી નહીં કોગ્રેસના વરિષ્ઠ નેતા જયોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થયા અને રાજયની ૧૫ મહીના જુની કોંગ્રેસ સરકાર નાટકીય રીતે સત્તાની બહાર થઇ ગઇ

જુલાઇ ૨૦૧૯માં કોંગ્રેસને તે સમયે આંચકો લાગ્યો હતો જયારે કોંગ્રેસ જેડીએસ ગઠબંધનના ૧૭ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા અને કર્ણાટકમાં જેડીએસની સાથે તેની ગઠબંધન ગૃહમાં વિશ્વાસ મત સાબિત કરવામાં નિષ્ફળ રહી પાર્ટીએ તેના માટે ધારાસભ્યોના વિશ્વાસધાતને જવાબદાર માન્યું હતું તેને કર્ણાટકમાં ભાજપના ઓપરેશન લોટસની સફળતા માનવામાં આવી રહી છે ત્યારબાદ અહીં ભાજપની સરકાર બની ૧૫ બેઠકો પર પેટાચુંટણી થઇ ભાજપે ૧૩ પક્ષ પલ્ટુઓને ટિકિટ આપી ભાજપે ૧૨ બેઠકો જીતી લીધી આ વર્ષ પશ્ચિમ બંગાળ તમિલનાડુ આસામ અને પોડિચેરીમાં વિધાનસભા ચુંટણી થનાર છે આ ચુંટણીમાં પાર્ટી માટે જીત હાંસલ કરવો મોટો પડકાર છે

પશ્ચિમ બંગાળમાં તો મુખ્ય લડાઇ આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે જ માનવામાં આવી રહી છે. અને કોંગ્રેસ ડાબેરીઓની સાથે ગઠબંધનમાં છે તમિલનાડુમાં ડીએમકેની સાથે ગઠબંધન દ્વારા સત્તામાં આવવાનો પ્રયાસ કરશે કેરલમાં પાર્ટીનો ડાબેરી નેતૃત્વવાળા એલડીએફથી મુલાબલો છે આસામમાં ભાજપને ફરીથી સત્તામાં આવતા રોકવા કોંગ્રેસ એડી ચોટીનું જાેર લગાવશે જાે આ રાજયોમાં સારૂ પ્રદર્શન નહીં કરે તો કોંગ્રેસ કયાંયની રહેશે નહીં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.