Western Times News

Gujarati News

૬ મહાનગરપાલિકામાં ભાજપ રેકોર્ડ બ્રેક જીત: સુરતમાં ‘આપનું શાનદાર પ્રદર્શન

અમદાવાદ: રાજ્યની ૬ મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ આજે મતગણતરી વહેલી સવારે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી આ છ મહાનગરપાલિકામાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરી છે.

જયારે કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. ૪૭૬ સીટમાંથી ભાજપ ૪૭૪ બેઠકો જીતી છે જયારે કોંગ્રેસે માત્ર ૫૧ બેઠકો પર વિજય હાંસલ કરી છે. જયારે અન્યના ભાગે ૩૧ બેઠકો આવી છે. મળતી માહિતી અનુસાર સત્રોંના અમદાવાદમાં ભાજપે ૧૫૦,સુરતમાં ૯૩રાજકોટમાં ૬૮ વડોદરામાં ૬૯ જામનગરમાં ૫૦ ભાવનગરમાં ૪૪ બેઠકો જીત હાંસલ કરી છે.

જયારે .કોંગ્રેસ ૫૧ બેઠકો જીતી શકી છે. જેમાં અમદાવાદમાં ૨૧,રાજકોટમાં ૪વડોદરામાં ૭ દામનહપમાં ૧૧ ભાવનગરમાં ૮ બેઠકો જીતી શકી છે કોંગ્રેસનો સુરતમાં સંપૂર્ણ સફાયો થયો છે અને સુરત મહાનગરપાલિકા કોંગ્રેસ મુકત થઇ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરી સૌને ચોકાવી દીધા હતાં.

અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયુ ભાજપની અમદાવાદમાંં બાપુનગર, સરદારનગર, સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જાેધપુર, થલતેજ અને વસ્ત્રાલ નવાવાડજ વોર્ડમાં પેનલ જીતી છે જ્યારે દાણીલીમડા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે.

કેજરીવાલની આપ અને ઓવૈસીની પાર્ટીને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ આપી નથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ દિનેશ શર્માની પણ હાર થઇ છે.

અમદાવાદમાં કોંગ્રેસની કારી હારને પગલે અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદેથી રાજીમામુ આપી દીધુ છે.

બપોરના ત્રણ વાગ્યાની આસપાસ જામનગર મહાનગરપાલિકાની મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. જાહેર થયેલા પરિણામ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જામનગર મહાનગરપાલિકા પર પોતાના કબજાે જાળવી રાખ્યો છે. જીત સાથે બીજેપીની બેઠકમાં પણ વધારો થયો છે.જાહેર થયેલા પરિણામ પ્રમાણે જામનગર મહાનગરપાલિકાની ૫૦ બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે.

જ્યારે ૧૧ બેઠક કાૅંગ્રેસ પાર્ટીના ફાળે ગઈ છે. ત્રણ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે. જામનગર મહાનગરપાલિકાની કુલ ૬૪ બેઠક માટે ૨૧મીએ મતદાન યોજાયું હતું.ગત ચૂંટણીમાં એટલે કે ૨૦૧૫ના વર્ષમાં જામનગર કોર્પોરેશનની ૬૪ બેઠકમાંથી ભાજપના ફાળે ૩૮ બેઠક ગઈ હતી. જ્યારે કાૅંગ્રેસના ફાળે ૨૪ બેઠક ગઈ હતી.

બે બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી.૨૦૨૧ અને ૨૦૧૫ની ચૂંટણીની સરખામણી કરવામાં આવે તો જામનગર કોર્પોરેશનમાં ભાજપની બેઠકમાં વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટીની ૧૨ બેઠક વધી છે. જ્યારે કાૅંગ્રેસ પાર્ટીને ૧૩ બેઠકનું નુકસાન થયું છે.જામનગરમાં ૩ બેઠકો પર બસપાનો વિજય થયો છે.

વોર્ડ નંબર ૬ માં એક બેઠક પર ભાજપ અને ૩ બેઠક પર બસપાની જીત થઈ છે. વોર્ડ નંબર ૬માં ભાજપનો ગઢ તૂટ્યો. ૩ બેઠક બહુજન સમાજ પાર્ટીને ફાળે ગઈ છે.

રાજકોટ મહાનગરપાલિકામાં પણ ભાજપે જીત હાંસલ કરી છે ભાજપે અહીં ૬૮ બેઠકો જીતી છે જયારે કોંગ્રેસે માત્ર ૪ બેઠકો જીતી છે. સુરતમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે કોંગ્રેસ અહીં ખાતુ પણ ખોલાવી શકી નથી જયારે ભાજપ ૯૩ અન્ય ૨૭ બેઠકો પર વિજય થયા છે.

રાજકોટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો પણ પરાજય થયો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે હાર સ્વીકારતા જણાવ્યું હતું કે આ પ્રજાનો ચુકાદો છે જેને માથે ચઢાવું છે તેમણે આરોપ લગાવ્યો હતો કે જે રીતે ચુંટણીઓમાં તંત્રનો ગેરઉપયોગ થયો પોલીસે હાથા બનીને ભાજપના એજન્ટ બનીને કામ કર્યું છે તેમણે પોતાની હાર સ્વીકારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યું છે.

આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઇ છે. રાજકોટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો પણ પરાજય થયો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે હાર સ્વીકારતા જણાવ્યું હતું કે આ પ્રજાનો ચુકાદો છે જેને માથે ચઢાવું છે તેમણે આરોપ લગાવ્યો હતો કે જે રીતે ચુંટણીઓમાં તંત્રનો ગેરઉપયોગ થયો પોલીસે હાથા બનીને ભાજપના એજન્ટ બનીને કામ કર્યું છે

તેમણે પોતાની હાર સ્વીકારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીની શિક્ષણ અને આરોગ્ય વાળી રાજનીતિ પર મહોર લગાવી છે. જાે કે, ત્યારબાદ કેજરીવાલે આપે જીતેલ વોર્ડનો ઉલ્લેખ કરીને ટ્‌વીટ કર્યું હતું કે, આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે અને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.