સુરતમાં આપના શાનદાર પ્રદર્શનથી કેજરીવાલ ખુશ
નવીદિલ્હી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી લેતા જ સુરતના શાનદાર પ્રદર્શન કર્યું છે. પોતાની પાર્ટીની જીતથી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ખુશ છે અને તેમણે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીની શિક્ષણ અને આરોગ્ય વાળી રાજનીતિ પર મહોર લગાવી છે. જાે કે, ત્યારબાદ કેજરીવાલે આપે જીતેલ વોર્ડનો ઉલ્લેખ કરીને ટ્વીટ કર્યું હતું કે, આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે અને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.એ યાદ રહે કે સુરતમાં આમ આદમી પાર્ટીએ ૨૩ બેઠકો જીતી છે જયારે સુરત મહાનગરપાલિકા કોંગ્રેસ મુકત થઇ છે.
જયારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ સુરતમાં પાર્ટીના પ્રદર્શન અંગે ખુશી વ્યકત કરી હતી અને કહ્યું હતું કે હવે સેટીંગના દિવસો પુરા થયા છે.આગામી વિધાનસભાની ચુંટણીમાં પણ આપ પોતાના ઉમેદવારો ઉભા રાખશે અને વિધાનસભામાં સારૂ પ્રદર્શન કરી પાર્ટીનો વિસ્તાર કરવામાં આવશે તેમણે કહ્યું કે કેજરીવાલની રાજનીતિ કામમાં આવી છે.