લૂંટારૂઓની નજર હવે મોર્નિગ વોક કરતા લોકો પર
ચાંદખેડામાં દોરો લુંટવા આવેલાં શખ્સનો ફોન પડી ગયો : સોલામાં મોબાઈલ
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં લુંટ અને ચોરી જેવાં ગુનાઓની સંખ્યા વધતાં પોલીસ તંત્ર સક્રીય બન્યું છે. અને ગત દિવસોમાં કેટલાંક આરોપીઓને ઝડપીને જેલને હવાલે કર્યા છે. પરંતુ પોલીસને પડકાર આપતાં હોય એમ હજુએ કેટલાંયે લુંટારુ તથા ચોરો જાહેરમાં લુંટફાટ મચાવી રહયાં છે. સોલા અને ચાંદખેડા વિસ્તારમાં આવાં વધુ બે બનાવો નોધાયા છે.
અમદાવાદ મેટ્રો પ્રોજેકટમાં ઈલેકટ્રીશયન તરીકે જાડાયેલાં દેવશંકર જીવનેશસિંહ સિગ મુળ દીલ્લીના છે અને હાલમાં થલતેજ નજીક રહે છે. તે ગઈકાલે સવારે સાડા પાંચ વાગ્યાનાં સુમારે વોકીગ માટે નિત્યક્રમ મુજબ નીકળ્યા હતા. બાગબાન ચાર રસ્તા પર આવેલા અશોક પાન પાર્લર નજીક પહોચ્યા ત્યારે એક બાઈક પર આવેલા શખ્સે તેમનો મોબાઈલ ફોન હાથમાંથી ઝુંટવી લીધો હતો. અને બાઈક લઈ ભાગવા ગયો હતો.
જા કે દેવશંકરભાઈએ ત્વરીત એકશનમાં આવી બાઈક કલચ વાયર હાથમાં આવી જતાં લુંટારૂ બાઈક સાથે નીચે પડયો હતો. અને દેવશંકરભાઈ પોતાનો મોબાઈલ પરત મેળવે એ પહેલાં જ બાઈક મુકીને ભાગી ગયો હતો. દેવશંકર ભાઈએ જાણ કરતાં સોલા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી. અને લુંટારૂના બાઈકને લઈ તમામ સોલા પોલીસ સ્ટેશન પહોચ્યા બાદ દેવશંકરભાઈએ મોબાઈલ લુંટની ફરીયાદ નોધાવી હતી. બાઈક નંબર પ્લેટનું હતું.
જેથી પોલીસે એન્જીન તથા ચેસીસ નંબરને આધારે બાઈક માલિકની શોધ હાથ ધરી છે. જા કે ગુનેગારો મોટે ભાગે ચોરીનાં જ વાહનો વાપરતાં હોવાથી લુંટારૂ શોધી પહોચવું માટે બાતમીદારો સક્રીય કર્યા છે. આવો અન્ય બનાવ ચાંદખેડામાં બન્યો હતો. મોટેરા અતિશય વિલેમાં રહેતાં સાવીત્રીબેન સુભાષભાઈ મીણા તેમનાં પાડોશી સપના ધર્મેન્દ્ર તલવાડીયા સાથે વહેલી સવારે સાડા છ વાગે ચાલવા નીકળ્યા હતા.
બંને મહીલા પલાશ ૮૦ ફલેટ નજીક પહોચ્યા ત્યારે બાઈક ઉપર બે લુંટારૂ શખ્સો તેમની નજીક આવ્યા હતા. અને સાવીત્રીબેન કઈ સમજે એ પહેલાં જ તેમનાં ગળામાંથી ૧ તોલાનો સોનાનો દોરો તોડી લીધો હતો. દોરો તોડતી વખતે થયેલી ગફલતમાં એક લુંટારૂનો ફોન ત્યાં જ પડી ગયો હતો. જે સાવીત્રીબેને લીધા બાદ તે ગભરાઈને ઘરે પહોચ્યા હતા. જયાં પરીવાર તથા પાડોશીઓને લુંટ અંગેની વાત કરતાં તમામે તેમને ફરીયાદ નોધાવવા આગ્રહ કરતાં તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લુંટની ફરીયાદ નોધાવ્યા બાદ લુંટારૂનો ફોન પોલીસની સોંંપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો અગાઉ ગુલબાઈ ટેકરા નજીક અમદાવાદ સ્માર્ટ સીટીનાં કર્મચારીને લુંટી લેવાયો હતો. ત્યાર બાદ મેટ્રો ટ્રેનનો સ્ટાફ લુંટાતા સવારે મોર્નિગ વોક કરવા જતાં લોકો ચિંતિત છે.