Western Times News

Gujarati News

ચમનપુરામાં બાળકીની હત્યા કરનાર વધુ એક આરોપી ઝડપાયો

(પ્રતિનિધિ) અમદાવાદ:  શહેરના ચમનપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ર૦ દિવસની બાળકીની હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત શહેરભરમાં પડયા છે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠતા ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવી ગયા છે.
આ અંગેની વિગત એવી છે કે મેઘાણીનગર પોલીસ સ્ટેશન હેઠળના ચમનપુરા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર સતીષ પટણી અને તેના સાગરિતોએ આંતક મચાવેલો છે અને એક ર૦ દિવસની બાળકીની હત્યા કરવા ઉપરાંત બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોચાડી છે આ ઘટનાથી રોષે ભરાયેલા નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં આજે બીજા દિવસે પણ ભારે રોષ જાવા મળી રહયો છે

પરિસ્થિતિમાં ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે આરોપીઓને કડક સજા કરવાની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસતંત્ર હવે સફાળુ જાગ્યુ છે આ ઘટનામાં લોકોના રોષને જાતા પોલીસે ઘટનાની ગણતરીની કલાકોમાં જ મુખ્ય સુત્રધારને ઝડપી લીધો હતો જયારે આજે વહેલી સવારે લખન ઠાકોર નામના શખ્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. લોકોના રોષને ધ્યાનમાં રાખી મેઘાણીનગર પોલીસ પકડાયેલા તમામ આરોપીઓને અન્ય પોલીસ સ્ટેશનમાં ખસેડી દીધા છે લખન ઠાકોરને પણ અન્ય પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી રહયો છે જયારે હજુ પણ નાસતા ફરતા બે શખ્સોની શોધખોળ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.