કિસાનોની આવક બેગણી કરવા કંઇ પણ કરવા તૈયાર : મોદી

નવીદિલ્હી: પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાને બે વર્ષ પુરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર કિસનોની આવકને બેગણી કરવા માટે કાંઇ પણ કરવા તૈયાર છે.
આ પ્રસંગ પર એક પછી એક અનેક ટ્વીટ કરી વડાપ્રધાને લખ્યું પીએમ કિસાન નિધિની લોન્ચીંગને આજે બે વર્ષ પુરા થયા છે અન્નદાતાઓના કલ્યાણને સમર્પિત આ યોજનાથી કરોડો કિસાન ભાઇ બેનોના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે તેનાથી અમને તેમના માટે વધુ કામ કરવાની પ્રેરણા મળે છે.
તેમણે બીજા ટ્વીટમાં લખ્યું અન્નદાકાઓના જીવનને આસાન બનાવવા અને તેમની આવર બેગણી કરવાનો જે સંકલ્પ દેશે લીધો છે તેમાં પીએમ કિસાન નિધિની મહત્વપૂર્ણ ભૂમિકા છે આજે આપણા કિસાન આત્મનિર્ભર ભારત અભિયાનનું અભિન્ન અંગ બની રહ્યાં છે. એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાને કહ્યું કે અમારી સરકારને એમએસપીમાં એતિહાસિક વૃધ્ધિની શરૂઆત કરવાનું સમ્માન મળ્યું અમે કિસાનોની આવક બેગણી કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યાં છીએ