Western Times News

Gujarati News

કોંગ્રેસ આત્મચિંતન કરવા લાયક પણ ન રહી

ધારાસભ્યોની મનમાની ભારે પડી

(દેવેન્દ્ર શાહદ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂૃૃંટણીના જાહેર થયેલા પરિણામો બાદ ભાજપની જીત કરતા કોંગ્રેસની હાર વધુ ચર્ચાસ્પદ બની રહી છે. ચૂૃંટણી પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટી આત્મચિંતન’ કરવા લાયક પણ રહી નથી. કોંગ્રેસની હાર માટે પ્રદેશ અને શહેરમાં વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેેલા નેતાઓ જેટલા જવાબદાર છે એટલા જ જવાબદાર શહેરના ધારાસભ્યો છે. ર૦૧પની ચૂંટણીમાં પાટીદાર આંદોલનનુૃ સમર્થન હોવા છતાં કોંગ્રેસની ગાડી ૪૮ બેઠક પર અટકી હતી. ર૦ર૧માં મોંઘવારી અને મ્યુનિસિપલ શાસકોની નિષ્ફળતા મુખ્ય મુદ્દા હતા.

જેને સકારાત્મક રીતે પ્રજા સમક્ષ લઈ જવામાં કોંગી નેતાગીરી નિષ્ફળ સાબિત થઈ છે. તેમજ ટીકીટ વહેચણીમાં પણ ઉચ્ચ નેતાઓ અને ધારાસભ્યોની મનમાની ચાલી હતી. જેના માઠા પરીણામ ર૩ મી ફબ્રુઆરીએ જાેવા મળ્યા છે.

કોંગ્રેસ છેલ્લા બે દાયકાથી એક જ પેટર્ન મુજબ ચૂૃૃંટણી લડી રહી છે. અને હારી રહી છે. નેતાઓ સ્વયંને ભગવાન માની બેઠા છે. જ્યારે કાર્યકરોની મહેનતથી ધારાસભ્ય બનેલા મહાનુભાવો કાર્યકરોની જ અવગણના કરી રહ્યા છે. તદુપરાંત ર૦રરમાં તેમની સામે બીજાેે કોઈ હરીફ ઉભો ન થાય એની ખાસ તકેદારી રાખી રહ્યા છે.

જેના કારણે મ્યુનિસિપલ ચૂૃટણીમાં ર૦ કરતા વધુ બેઠકો કોંગ્રેસે ગુમાવી છે. જેમાં કોંગ્રેસના ગઢ ‘જમાલપુર’નો પણ સમાવેશ થાય છે. કોંંગ્રેસના ચારેય ધારાસભ્યોએ ટીકીટ વહેચણીમાં પોતાની મરજી ચલાવી હતી. જેના કારણે તેઓ મતદારો અને કાર્યકરો સામે ખુલ્લા પડી ગયા હતા. મતદારો અને કાર્યકરોનો આક્રોશ ‘મતપેટી’માં જાેવા મળ્યો છે. કોંગ્રેસના કાર્યકરોનુૃ માનીએ તો બેઠકો ઓછી કરવામાં સૌથી વધુ ફાળો હિંમતસિંહ પટેલનો છે. જ્યારેબીજા નંબરે ઈમરાન ખેડાવાલાનો આવે છે. જાે કે ખેડાવાલા સાથે પણ રમત થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.

હિંમતસિંહ પટેલની જીદ કોંગ્રેસને ભારે પડી: ર૦૧પની ચૂંટણીમાં બાપુનગર વિધાન સભામાં બાપુનગર, સરસપુર અને ઈન્ડીયા કોલોની વોર્ડમાં કોંગ્રેસનો દબદબો જાેવા મળ્યો હતો. તે સમયેે બાપનગર અને સરસપુર વોર્ડમાં કોંગ્રેસના ફાળે ત્રણ ત્રણ બેઠકો આવી હતી. જ્યારે ઈન્ડીયા કોલોની વોર્ડમાં પેનલની જીત થઈ હતી. આમ, ર૦૧પમાં બાપુનગર વિધાન સભામાંથી વોર્ડમાં કોંગ્રેસને ૧૦ કોર્પોરેટર મળ્યા હતા. આ લોકોની મહેનતના પરિણામે જ ર૦૧૭ની ચૂૃટણીમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલ ધારાસભ્ય તરીકે ચૂૃંટાયા હતા.

પરંતુ ચૂંટણી જીત્યા બાદ કોર્પોરેટરો સાથે ‘તમે કોણ?’ જેવા સંબંધ થઈ ગયા હતા. ધારાસભ્યપદેે ચૂંટાયા બાદ પણ હિંમતસિંહ પટેલની નજર મ્યુનિસિપલ વિપક્ષ નેતાની ખુરશી પર હતી. આ પદ પર માનીતા ગોઠવાય છે. તેની ગોઠવણી કરવાની શરૂઆત થઈ હતી. જેના કારણે તત્કાલીન મ્યુનિસિપલ નેતા દિનેશ શર્મા સાથેના સબંધો વધુ ખરાબ થયા હતા. જેના કારણે ર૦૧પમાં ઈન્ડીયા કોલોની વોર્ડની પેનલને જીતાડનાર દિનેશ શર્માએ ચાંદખેડામાંથી લડવા નિર્ણય કર્યો હતો. જ્યાં તેઓ પ૬૦૩ મતથી હારી ગયા છે. દિનેશ શર્માની હાર કોંગ્રેસની સાથે સાથે ભાજપ માટે પણ આંચકા સમાન છે. દિનેશ શર્માની હાર માટે તેમના સમર્થકો હિંમતસિંહ પટેલને દોષિત ઠેરવી રહ્યા છે. કોંગ્રેસે અગ્રીમ હરોળનો હિદીભાષી નેતા ગુમાવ્યો છે.

બાપુનગર વિધાન સભામાં હિંદીભાષી નેતાઓની કારકીર્દી ખતમ કરવાનું ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યુ છે. બાપુનગર વોર્ડમાં ભાજપમાંથી ચૂંટાયેલા પ્રકાશ ગુર્જર તેનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રકાશ ગુર્જર એક સમયે કોંગ્રેસ યુવા સંગઠનમાં મહત્ત્વના નેતા હતા. પરંતુ તેઓ આગળ ન વધે એ માટે સતત પ્રયત્ન થતાં રહ્યા હતા. જેના કારણે ર૦૧રની વિધાન સભા ચુંટણી સમયે તેઓ ભાજપમાં જાેડાયા હતા. અને ભાજપ ‘હાર’ની બેઠક જીતી ગયુ હતુ. ર૦ર૧ ની ચૂંટણીમાં બાપુનગર વોર્ડના ઉમેદવારોની પસંદગીમાં ધારાસભ્ય એ ‘મનમાની’ ચલાવી હતી. તેમના અંગત કહી શકાય એવા લોકોની પેનલ બનાવી હતી. તથા બે સીટીંગ ઉમેદવારોની બાદબાકી કરી હતી.

બાપુનગર બેઠક પર સુરેશ તોમરની પસંદગી વિવાદાસપદ બની હતી. એવી જ રીતે અન્ય એક મહિલા ઉમેદવારનેે કાર્યકરોએ સ્કાયલેબર ગણાવ્યા હતા. જે બાપુનગરમાં સુરેશ તોમર સહિત તમામ ઉમેદવારોની હાર થઈ છે જેમાં એક માત્ર સીટીંગ કોર્પોરેટર જે.ડી.પટેલનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે ર૦૦પ માં સુરેશ તોમરના માતા અને ર૦૧૦માં તેમના પત્ની પણ ચૂંટણી હારી ચુક્યા છે.
આમ, એક જ પરિવારમાંથી સતત ત્રણ ચૂૃંટણી હારવાનો રેકોર્ડ બન્યો છે. બાપુનગરના ધારાસભ્યએ પોતાની મનમાની ચલાવવા માટે કોંગ્રેસમાં સૌથી વધુ મતથી જીતેલી જયમીન શર્મા અને કોંગ્રેસના તેજાબી પ્રવકતા ડો.અમિત નાયકની અવગણના કરી હતી. તથા પ્રચારથી દૂર રાખ્યા હતા.

હિંમતસિંહ પટેલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. પરંતુ તેઓ એક પણ બેઠક જીતાડી શક્યા નથી. બાપુનગર જેવી જ પરિસ્થિતિ સરસપુર વોર્ડની છે. જ્યાં પણ ત્રણ સીટીંગ કોર્પોરેટરોની બાદબાકી કરી નવી પેનલની પસંદગી કરાવી હતી. જેના કારણે સરસપુરમાં પણ ભાજપની પેનલ જીતી ગઈ છે. આમ, ર૦૧પમાં બાપુનગર વિધાન સભા ત્રણ વોર્ડમાંથી દસ કોર્પોરેટરો જીત્યા હતા. ર૦ર૧ માં આ આંકડો ‘શૂન્ય’ થઈગયો છે.

દરિયાપુર વિધાનસભા: દરીયાપુર વિધાનસભાના દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે જયારે શાહપુર વોર્ડમાં કોંગ્રેસના ફાળે એક બેઠક આવી છે પરંતુ અહી કોંગ્રેસ સામે ‘મિમ’ની કોઈ મોટી હરીફાઈ ન હતી. શાહપુર વોર્ડમાં ‘મિમ’ના કોઈ ઉમેદવાર ન હતા જયારે દરિયાપુરમાં બે જ ઉમેદવાર ચુંટણી લડયા હતાં દરિયાપુર વોર્ડની પેનલની જીત માટે સ્થાનિક કાર્યકરો અને ઉમેદવારોની સ્વચ્છ પ્રતિભા પણ કામ કરી ગઈ છે. ધારાસભ્ય ગ્યાસુદ્‌ીન શેખે સીટીંગ કોર્પોરેટર મોના પ્રજાપતિની બેઠક બદલાવી હતી જે તેમને ભારે પડયું છે. મોનાબેન પ્રજાપતિ શાહપુર વોર્ડમાંથી ચુંટણી હારી ગયા છે તેવી જ રીતે તેમના અંગત કહી શકાય તેવા જુનેદ શેખને જમાલપુર વોર્ડમાંથી ચુંટણી લડાવી હતી જેના કારણે જમાલપુર વોર્ડના ઉમેદવારો અને કાર્યકરોમાં નારાજગી થઈ હતી જેના વિપરીત પરિણામ જાેવા મળ્યા હતા. જુનેદ શેખને જમાલપુરમાં સેટ કરવા માટે સીટીંગ કોર્પોરેટર શાહનવાઝ શેખનો ભોગ લેવાયો છે સાથે સાથે ચુંટણી હારી જતા જુનેદ શેખની કારકિર્દિ પર હાલ પુરતો પ્રશ્નાર્થ લાગી ગયો છે તેવી રીતે જ મોનાબેન પ્રજાપતિનું રાજકીય ભાવિ પણ બગડી ગયું છે.

 

ખાડીયા લેવાની લ્હાયમાં જમાલપુર ગુમાવ્યું: કંોંગ્રેસના મજબુત ગઢ માનવામાં આવતી જમાલપુર વિધાન સભામાં જ પાર્ટીની ઈજ્જતના લીરા ઉડ્યા છે. જમાલપુર વિધાનસભાના ખાડીયા અને જમાલપુર એમ બંન્ને વોર્ડમાં કોંગ્રેસનો કારમો પરાજ્ય થયો છે. જેમાં જમાલપુર વોર્ડનો પરાજ્ય પાર્ટી માટે વજ્રઘાત સમાન છે. જમાલપુર વોર્ડની એક આગળવી પરંપરા એ રહી છે કે અહીં દરેક ચૂંટણી સમયે અસંતુષ્ટોનો સામનો કરવાનો રહે છે.

ર૦૧૦ની ચૂંટણી સમયે ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ કોર્પોરેટર ઈમરાન ખેડાવાલાની બાદબાકી કરાવી હતી તે સમયથી આ બંન્ને મહાનુભાવો એકબીજાને હરાવવા હંમેશા તત્ત્પર રહે છે. ર૦૧૦માં ખેડાવાલા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તથા દસ હજાર કરતા વધુ મત મળ્યા હતા. પરંતુ જીતી શકયા નહોતા. ર૦૧રની વિધાન સભા ચૂૃંટણીમાં કાબલીવાલાની ટીકીટ કપાતા તેઓ અપક્ષ લડયા હતા. જેનો ફાયદો ભાજપને મળ્યો હતો. ર૦૧પની મ્યુનિસિપલ ચૂંટણીમાં ખેડાવાલ વધુ એક વખત અપક્ષ રીતે ચૂૃટણી લડ્યા હતા. તથા ચુૃંટણી જીત્યા હતા. ત્યારબાદ કોંગ્રેસમાં જાેડાઈ ર૦૧૭માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ર૦૧પની ચૂંટણીમાં કોંગ્રેસના કાદરીબેન, રઝીયા સૈયદ અને શાહનવાઝ શેખ જીત્યા હતા. ર૦ર૧ માં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બાદ અગમ્ય કારણોસર શાહનવાઝ શેખને ખાડીયા મોકલવા નિર્ણય લેવામા આવ્યો હતો. તેમની સાથે રઝીયા સૈયદને ખાડીયામાંથી મેન્ડેટ આપવામાં આવ્યો હતો. જયારે શાહપુરના ધારાસભ્યના અંગત માનવામાં આવતા તેમના શાહપુરના પાયાના કાર્યકર ઝૂનૈદ શેખને જમાલપુરમાંથી ટીકીટ આપવામાં આવી હતી. કોેગ્રેસ અને ધારાસભ્ય ખેડાવાલાના આ નિર્ણય ખોટા સાબિત થયા છેે

શાહનવાઝ શેખનો વોર્ડ બદલવામાં આવતા જુના જમાલપુરમાં કોંગ્રેસ વિરોધી માહોલ સર્જાયો હતો. તેમજ તેમના કાર્યકરો ખાડીયામાં પ્રચાર કામે લાગી ગયા હતા. પૂર્વ કોર્પોરેટર સ્વ.યુસુફભાઈ સૈયદના પુત્રએ ટીકીટ માંગી હતી. તેની પણ બાદબાકી થતાં સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો હતો. તેવી જ રીતે છીપા સમાજમાંથી મજબુત ઉમેદવારની પસંદગી થઈ નહોતી. જેની સામે ‘મીમ’ દ્વારા કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. સાથે સાથે સાબિર કાબલીવાલાએ પણ રાજકીય બદલો લેવા તનતોડ મહેનત કરી હતી. કોગ્રેસમાં ટીકીટ વહેચણી મુદ્દે ધારાસભ્ય સામે અસંતોષનું વાતાવરણ થયુ હતુ. જે ર૩ ફેબ્રુઆરીએ જાેવા મળ્યુ હતુ.

ભાજપના ગઢ ખાડીયામાં કોંગ્રેસ માટે સારી તક હતી. શાહનવાઝ શેખને ખાડીયામાંથી મેન્ડેટ આપવામાં આવતા તેઓ નારાજ થયા હતા. જ્યારે ખાડીયામાં લઘુમતિ સમાજના બે ઉમેદવારોને ટીકીટ આપવાનો દાવ પણ ઉંધો પડ્યો હતો. જયારે પરીણામ જાહેર થયા બાદ ચાલી રહેલી ચર્ચા મુજબ ખાડીયામાં પેનલ લડવાના બદલે ઉમેદવારો લડ્યા હતા. જેના કારણે દેવર્ષિ શાહનો માત્ર બે હજાર મતથી પરાજ્ય થયો હતો.

કોંગ્રેસેે ખાડીયામાં પગપેસારો કરવાની લ્હાયમાં જમાલપુર પણ ગુમાવ્યુ છે. જેની અસર ર૦રર વિધાન સભાની ચૂંટણી સમયે પણ જાેવા મળી શકે છે. મ્યુનિસિપલ ચૂંટણીમાં ‘મીમ’ના ઉમેદવારોને જીત અપાવીને કાબલીવાલાએ વિધાન સભાનો માર્ગ સરળ બનાવ્યો છે. જ્યારે ઈમરાન ખેડાવાલા માટે ર૦રરમાં કપરા ચઢાણ રહેશે. જેનંુ બીજુ કારણ એ છે કે કોંગ્રેસના જ કેટલાંક મોટામાથા ર૦રરમાં જમાલપુરમાંથી ચૂંટણી લડવા થનગની રહ્યા છે. જેમાં એક કોર્પોરેટર અને એક ધારાસભ્ય હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.