Western Times News

Gujarati News

મેચમાં બંદોબસ્તમાં અવ્યવસ્થાથી અધિકારી લાલઘુમ: ૧,ર૦૦ જવાનો ભોજન વિના ઉભા રહયા

પ્રતિકાત્મક

સ્ટેડીયમમાં હાજર પોલીસને ખાવાની સુવિધા હતી પણ રોડ બંદોબસ્તમાં અવ્યવસ્થા

અમદાવાદ, ચુંટણી પછી ક્રિકેટ બંદોબસ્તથી પોલીસની પરીક્ષા થઈ રહી છે. આવા તબકકે આજે વીવીઆઈપી બંદોબસ્તમાં રહેલા ટ્રાફીક પોલીસ અને ટીઆરબીના જવાનોએ સવારે ૮થી બપોરે ૩ વાગ્યા સુધી ખાધા-પીધા વગર જ ભરતડકે ફરજ બજાવવી પડી હતી.

સ્ટેડીયમમાં હાજર પોલીસને ખાવાની સુવિધા હતી પણ રોડ બંદોબસ્તમાં અવ્યવસ્થાથી ઉપરી અધિકારી ગુસ્સે ભરાયા હતા અને ડીસીપી એસીપી કક્ષાના અધિકારીની દમપરેડ કરી હતી.

મોટેરા ક્રિકેટ સ્ટેડીયમના ઉદઘાટન માટે રાષ્ટ્રપતી કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અને ક્રિકેટ ટીમો માટે ટ્રાફીક પોલીસનો રોડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એરપોર્ટ, આશ્રમ રોડથી સ્ટેડીયમ આસપાસના રોડપર કુલ ૧ર૦૦ ટ્રાફીક પોલીસ અને ટીઆરબી જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સવારે આઠ વાગ્યાથી ફરજ પર તહેનાત ૧ર૦૦ ટ્રાફીક પોલીસ જવાનોએ બપોરે ૩ વાગ્યા સુધી ભરતડકે રોડ પર ફરજ બજાવી હતી. સામાન્ય રીતે આવા મેરેથોન બંદોબસ્ત દરમ્યાન પોલીસને ફૂડપેકેટ પહોચતા કરવામાં આવે ેછ. પરંતુ ટ્રાફીક પોલીસને ફૂડપેકેટની વ્યવસ્થા કરી આપવામાં આવી નહોતી.

ક્રિકેટ સ્ટેડીયમમાં ફરજ પર રહેલી પોલીસને ફુડ પેકેટ અપાયાં હતાં. પણ રોડ પર રહેલા ૧ર૦૦ ટ્રાફિક પોલીસ જવાનોને જમવાની વ્યવસ્થા ન હોવાનો મુદ્દો ઉપરી અધિકારીના ધ્યાન પર આવ્યો હતો. ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓએ એવી બચાવ કર્યો હતો કે, અમને એમ હતું કે એ તો બહારથી વ્યવસ્થા કરી લેશે.

ટ્રાફીક પોલીસની છાપ સુધારવા માટે પ્રયાસ થઈ રહયાં છે. ત્યારે આવી નીતિ સામે ઉપરી અધિકારી ગુસ્સે ભરાયા હતા. માનવતા ખાતર પણ ટ્રાફીક પોલીસ માટે જમવાની વ્યવસ્થા જરૂરી હોવાનો આક્રોશ ઉપરી અધિકારીએ દર્શાવી દમપરેડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.