Western Times News

Gujarati News

2025 સુધીમાં 75 અબજ ડોલર જેમ્સ અને જ્વેલરીની નિકાસનાં લક્ષ્યાંક

પ્રતિકાત્મક

જીજેઇપીસી એની તમામ 6 રિજનલ ઓફિસોમાં ઇકોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન ડેસ્ક (“ઇપીએફડી”) શરૂ કરશે-ઇબે જ્વેલર્સને ઇબે માર્કેટપ્લેસ દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સુધી પહોંચવા સક્ષમ બનાવશે

GJEPCએ ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીની રિટેલ નિકાસને વેગ આપવા ઇબે સાથે એમઓયુ કર્યા

મુંબઈ: ભારતમાં વર્ષ 1966થી જેમ એન્ડ જ્વેલરી વેપારની સર્વોચ્ચ સંસ્થા ધ જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ એક વધુ સીમાચિહ્નરૂપ પગલું ભરીને ES ઓનલાઇન સર્વિસીસ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ (ઇબે ગ્રૂપ કંપની) સાથે સમજૂતીકરાર કર્યા છે,. જેનો આશય ભારતીય જેમ અને જ્વેલરીના વિક્રેતાઓને આંતરરાષ્ટ્રીય ઇમાર્કેટપ્લેસ પર વેપારમાં વેગ પ્રદાન કરવાનો છે તેમજ આ ક્ષેત્રની વૃદ્ધિની સુલભતા માટે સંભવિત વ્યાવસાયિક જોડાણો શોધવાનો છે.

આ પ્રયાસના ભાગરૂપે પ્રથમ પગલાં સ્વરૂપે ઇબે એની વેબસાઇટમાં વેચાણ કરવા જીજેઇપીસીના સભ્યો માટે માઇક્રો સાઇટ (‘મેડ ઇન ઇન્ડિયા’ પેજ) બનાવશે. ઇબે માર્કેટપ્લેસ(સીસ) પર સબસ્ક્રાઇબિંગ ધરાવતા જીજેઇપીસીના સભ્યો સંયુક્તપણે શ્રેષ્ઠ સુલભતા માટે સૂચિત માઇક્રો સાઇટ પર ચીજવસ્તુઓ પ્રદર્શિત કરશે.

ES ઓનલાઇન ઇ-કોમર્સ રિટેલ નિકાસની તકો વિશે જીજેઇપીસીના સભ્યોને જાણકારી આપવા વર્કશોપ્સ/વેબિનાર્સ/સેમિનાર્સનું આયોજન કરશે તેમજ નીતિઓ પર તાલીમ આપશે તથા પ્રોડક્ટ લિસ્ટિંગ્સ, વેચાણ, નિકાસ અને ગ્રાહક સેવાઓમાં શ્રેષ્ઠ રીતો લાવશે. આ બજારના અભ્યાસ, લેટેસ્ટ ડિઝાઇનના ટ્રેન્ડ, ધારાધોરણો અને ચોક્ક્સ બાબતો વગેરે જેવા આંતરરાષ્ટ્રીય વેપારના મુદ્દા પર જાણકારી પણ પ્રદાન કરશે. બીજી તરફ, જીજેઇપીસી આ પ્રકારના વર્કશોપ્સ/સેમિનારો યોજવા માટે માળખાગત ટેકો આપશે.

જીજેઇપીસી એની તમામ 6 રિજનલ ઓફિસોમાં ઇકોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન ડેસ્ક (“ઇપીએફડી”) સ્થાપિત કરશે, જે જીજેઇપીસીના સભ્યો વચ્ચે ઇકોમર્સને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ મેનપાવર ધરાવશે અને લીડ જનરેટ કરશે. ES ઓનલાઇન ઇપીએફડીમાં મેનપાવરને તાલીમ આપશે.

જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું કે, “ઇબે, ઇન્ડિયા અને જીજેઇપીસી વચ્ચેનું જોડાણ ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા જેમ એન્ડ જ્વેલરી નિકાસને સુવિધા આપવાની દિશામાં એક પગલું છે અને “ડિજિટલ ઇન્ડિયા”ના વિઝનને આગળ વધારે છે. પ્લેટફોર્મ ભારતીય જ્વેલર્સને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સુધી પહોંચવાની સુવિધા આપશે.

રોગચાળા દરમિયાન ઉદ્યોગે નવી વ્યાવસાયિક વાસ્તવિકતા અપનાવવાની આતુરતા દેખાડી હતી. તમામ મુખ્ય નિકાસ બજારોમાં જેમ્સ અને જ્વેલરી માટેની માગ વધી રહી છે એટલે ઓનલાઇન ઉપલબ્ધ તમામ તકો ઝડપવી અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. મારું માનવું છે કે, ઇબે સાથેનું આ જોડાણ ભારતમાં જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રના ડિજિટલ પરિવર્તન માટે મુખ્ય પ્રેરકબળ બનશે.”

કોલિન શાહે ઉમેર્યું હતું કે, “જેમ અને જ્વેલરી ઉદ્યોગને આપણા આદરણીય પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે, એમએસએમઇ વિદેશી ગ્રાહકો સુધી પહોંચે. આ માટે એમએસએમઈને સક્ષમ બનાવવા ઇબે સાથે જીજેઇપીસીનું જોડાણ મદદરૂપ થશે.

વળી આ જોડાણથી ભારતમાં દરેક જિલ્લાને ઓછામાં ઓછી એક ઉત્પાદન (એક જિલ્લો, એક ઉત્પાદન)ની નિકાસ કરવાનું વિઝન સાકાર કરવામાં પણ સહાય મળશે. ઉપરાંત એનાથી જેમ એન્ડ જ્વેલરી નિકાસને વેગ મળશે, જેથી અમને વર્ષ 2025 સુધીમાં અમારા 75 અબજ ડોલરની નિકાસનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે.”

ઇબે ઇન્ડિયા-સીબીટીના કન્ટ્રી મેનેજર વિદમય નૈનીએ કહ્યું હતું કે, “અમને ભારતમાં ઇબેમાં ખાતરી છે કે, ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી વિક્રેતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇબે માર્કેટપ્લેસ પર તેમનો વ્યવસાય વધારવા અને કામગીરી વધારવા સારી રીતે સજ્જ છે. આ પ્રયાસમાં એમઓયુ તેમને આગળ વધવા સક્ષમ બનાવે છે. જીજેઇપીસી સાથે સંયુક્તપણે અમે ઇબે માર્કેટપ્લેસ પર આ વિક્રેતાઓને જાણકારી આપીશું, મદદ કરીશું અને તેમનો વ્યવસાય વધારવા સહાય કરીશું.”

ES ઓનલાઇન, પોતાની રીતે કે એના સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા જીજેઇપીસીના સભ્યોને ઇબે માર્કેટપ્લેસ પર રજિસ્ટ્રેશન/સાઇનઅપની પ્રક્રિયા પર સહાય કરશે તથા સંપૂર્ણ ઓનબોર્ડિંગ પ્રક્રિયાઓ (જેમાં ઇબે પર વિક્રેતાનું રજિસ્ટ્રેશન, કેવાયસી ડોક્યુમેન્ટ્સ, પેપાલ રજિસ્ટ્રેશન વગેરે સહિત)ને ટેકો આપશે તેમજ તેમનું એકાઉન્ટ એક્ટિવેટ કરવામાં મદદ કરશે.

જીજેઇપીસીના સભ્યો માટે ઇબે એના ઇબે માર્કેટપ્લેસ પર રજિસ્ટ્રેશન/સાઇન-અપની તારીખથી ત્રણ મહિના માટે નિઃશુલ્ક ધોરણે એનું બેસિક સ્ટોર સબસ્ક્રિપ્શન (દર મહિને 27.95 ડોલર) ઓફર કરશે.

જીજેઇપીસી અને ઇબે ભારતમાંથી જેમ અને જ્વેલરીની રિટેલ નિકાસને સુવિધા અને વેગ આપવા નિયમનકારી, નીતિગત અને  પ્રક્રિયાગત પાસાઓ પર સંયુક્તપણે કામ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.