Western Times News

Gujarati News

વિખ્યાત ગાયક કૈલાશ ખેરે પાપનાશિની ગંગાના ટાઇટલ ટ્રેકમાં સૂફી ટોન ઉમેર્યો

“મન નિવાસીની હૈ હૈ તુ ગંગે, તુ પાપનાશિની હૈ ગંગે” ~ આ તરબોળ અને લાગણીસભર ગીત સર્વશક્તિમાન દૈવી ગંગા અને તેના સદગુણને શ્રદ્ધાંજલિ આપે છે ~

મુંબઇ, પવિત્ર સંગીતમાં સાંત્વના આપવાની ગજબની ગુણવત્તા હોય છે; તે આત્માને પ્રેમથી ભરી દે છે અને આસપાસ પરમ શાંતિમાં ઉમેરો કરે છે અને ઇશારાએ પાપનાશિની ગંગાના ટાઇટલ ટ્રેક સાથે તેવું જ લાવવાનો ધ્યેય રાખ્યો છે. Renowned Singer KailashKher Adds a Sufi tone to Paapnaashini Ganga’s Title Track

આ ગીત દૈવી ગંગા માટે પ્રેમ અને સન્માન વ્યક્ત કરતા તેના દૈવત્વ અને સદગુણની સ્ટોરીને ઝડપે છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગાયક કૈલાશ ખેરે ટાઇટલ ટ્રેકમાં હૃદયને વિંધતો સુર આપ્યો છે જે સંપૂર્ણપણે ઉર્મિકાવ્યમાં વધારો કરે છે અને ગીતને પર ઉઠાવે છે.

તેના રચેલા ઉર્મિકાવ્ય સાથે ટાઇટલ ટ્રેક દૈવી ગંગાની સુંદર જન્મની વાર્તા વિશે કહે છે અને દેવી ગંગા તરફ આપણે જે અનેક લાગણીઓ અને ભક્તિ ધરાવીએ છીએ તેને સમાવવામાં આવી છે. આ ગીત સુંદર રીતે ભગવાન વિષ્ણુના નખમાંથી દેવી ગંગાનું જીવન અસ્તિત્વમાં આવ્યું અને કેવી રીતે ભગવાન શિવે માનવતાને બચાવવા માટે પૃથ્વી પર કેવી રીતે ઉતારી હતી તેની વાર્તા કહે છે.

કૈલાશ ખેરે જણાવ્યું હતુ કે,“પાપનાશિની ગંગાનું ઉર્મિકાવ્ય સુંદર રીતે ગંગા માતા અને તેમની સ્ટોરીના સાચા ઉત્સાહને આવરી લે છે. મને જ્યારે ઇશારાની પાપનાશિની ગંગાનું ગીતના એક ભાગ બનવાની તક મળી ત્યારે હું તેનો ભાગ બનવા માટે સમર્થ હોવાનો મને આનંદ થયો હતો. પાપનાશિની ગંગાએ કંપોઝીશનમાં જે ઊંડાઇ આપી અને જે ધ્વનિ અસરો આપી છે તેવા આધ્યાત્મમાં છાયાનો ઉમેરો કરવાની સ્વતંત્રતા આપી હતી.”

તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, “મારુ સંગીત હું જે રીતે માનું છું અને જે રીતે જીવન વિતાવુ છું તેનું પ્રતિબિંબ છે. મે ગીતમાં મારો પોતાનો એક અંશ ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. આજનો કૈલાશ ગંગા અને હિમાલયની પ્રતિભા છે.”

1લી માર્ચ 2021થી શરૂ થતી ઇશારા 24X7 હિન્દી મનોરંજન ચેનલ બનશે, જે ભારતમાં તબક્કાવાર મોટા ડીપીઓ (ડીટીએચ અને કેબલ નેટવર્ક્સ) પર ઉપલ્બધ બનશે ઇશારાના જાની અને હમકદમ અને અગ્નિવાયુ એમ બે શોની જાહેરાતે પહેલેથી જ ચર્ચાને જન્મ આપ્યો છે. અને પાપનાશિની સાથે દર્શકો સાથે તેમને જોઇતી સામગ્રી પીરસશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.