Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનના હોર્ડીંગ્સ-બેનર્સના કોન્ટ્રાકટરમાં રૂા.૧૦૦ કરોડની ગેરરીતિ

કોન્ટ્રાકટરે જમા કરાવેલ ૧૦૦૦ કરતા વધુ રસીદની મ્યુનિ. બેંક સ્ટેટમેન્ટ સાથે મેળવણી થતી નથી

(દેવેન્દ્ર શાહ પ્રતિનિધિ) અમદવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લગભગ તમામ સેવાઓનું ખાનગીકરણ થઈ ગયુ છે. નવી ભરતી કરવાના બદલે વહીવટીતંત્ર અને તત્કાલીન શાસકો દ્વારા પ્રજાકીય સુવિધાના કામોમાં કોન્ટ્રાકટ પધ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે ત્યારબાદ ધીમે ધીમે રેવન્યુ વિભાગમાં પણ કોન્ટ્રાકટ પધ્ધતિ દાખલ થયા બાદ તંત્રને આર્થિક નુકશાન થઈ રહયુ છે. લગભગ ત્રણ વર્ષ અગાઉ બોડકદેવ સીવીક સેન્ટર પર રૂા.ત્રણ કરોડ કરતા વધુ રકમની ઉચાપણ થઈ હતી જે અંગે તંત્રએ માત્ર પોલીસ ફરીયાદ કરી ને સંતોષ માન્યો છે. ઉચાપત થયેલ રકમની રીકવરી કરવા તંત્ર દ્વારા કોઈ પ્રયત્ન થયા નથી. મ્યુનિ. વહીવટીતંત્રની આવી નિષ્ક્રિયતાનો લાભ કોન્ટ્રાકટરો લઈ રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ અગાઉ હોડીગ્સ- બેનર્સ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જેમાં રૂા.૧પ૦ કરોડની ગેરરીતિ થઈ હોવાની ચોંકાવનાીર વિગતો બહાર આવી છે.

મ્યુનિ. નોન- ટેક્ષ રેવન્યુ વિભાગમાં થયેલ આ કૌભાંડ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મનપા દ્વારા નાણાકીય વર્ષ ર૦૧૪-૧પમાં બેનર્સ- હોડીગ્સના ટેન્ડર જાહેર કરવા તથા લાઈસન્સ ફી ઉઘરાવવા માટે “એડ વિઝન” નામની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. સદ્‌ર કંપનીએ મ્યુનિ. તથા ખાનગી માલિકીની જગ્યામાં લગાવવામાં આવેલા હોડીગ્સની લાઈસન્સ ફી કલેકટ કરી મ્યુનિ. તિજાેરીમાં જમા કરાવવાની હતી


જેની સામે કંપનીને નકકી કર્યા મુજબ કમીશન આપવા માટેની શરત હતી. સદ્‌ર કંપનીએ તેની કામગીરી શરૂ કર્યા બાદ બેનર્સ- હોડીગ્સ માટે કેટલા ટેન્ડર જાહેર કર્યા ? ખાનગી અને મ્યુનિ. મિલ્કતો પર કેટલા હોડીગ્સ છે? તેમજ કેટલી લાઈસન્સ ફી એકત્રિત કરી છે? તેની કોઈ જ વિગત જવાબદાર વિભાગ કે અધિકારીને આપી નથી, તેમજ મ્યુનિ. કોર્પોરેશનના બેંક ખાતામાં જમા કરવામાં આવેલી રકમનો હિસાબ પણ આપ્યો નથી.

સુત્રોએ જણાવ્યા મુજબ એડવીઝનની રસીદને મ્યુનિ. કોર્પોરેશનના બેંક સ્ટેટમેન્ટ સાથે મેળવણી કરતા અંદાજે એક હજાર કરતા વધુ રસીદોની બેંક સ્ટેટમેન્ટ સાથે મેળવણી થઈ નથી. એડવિઝન કંપની દ્વારા સાઈટ પર લાઈસન્સ ફી ની જે રસીદો અપલોડ કરવામાં આવી છે જેનું રેન્ડમ ચેકીંગ કરતા વિભાગને ઘણી ચોંકાવનારી માહિતી મળી છે. એડવિઝન કંપની દ્વારા રસીદોમાં પેમેન્ટ મોડ, ડી.ડી.નંબર, બેંકનું નામ વગેરેની કોઈ જ વિગત દર્શાવવામાં આવી નથી, તેવી જ રીતે તમામ રસીદોમાં સાઈટના નામ, માપ તથા સરનામા પણ પાછળથી ઉમેરવામાં આવ્યા હોય તેમ લાગી રહયુ હતુ.

એક જ રસીદમાં એક કરતા વધારે પેમેન્ટની વિગતો એકત્ર કરી ચુકવવામાં આવી છે તેમજ પેમેન્ટ ક્યાંથી લેવામાં આવ્યુ તેની માહિતી મુકવામાં આવી નથી. ર૦૧પ-૧૬ તથા ર૦૧૭-૧૮ ના વર્ષમાં એડવિઝન કંપનીએ એસ્ટેટ મધ્યસ્થ કચેરીને જાણ કર્યા વિના જ પેનલ્ટીમાં ઘટાડો કર્યો હતો જેના કારણે પણ તંત્રની તિજાેરીને નુકશાન થયુ છે.

કંપની દ્વારા બેંકમાં જમા કરાવવામાં આવેલ પેમેન્ટની રકમ તથા પોસ્ટીંગ કરવામાં આવેલી રકમમાં પણ તફાવત જાેવા મળ્યો છે જયારે કંપનીએ કોઈપણ કારણ વિના રૂા.ર૮.૪૮ લાખની રકમ “હોલ્ડ” પર રાખી છે, મ્યુનિ. કોર્પોરેશનની રકમ આ રીતે “હોલ્ડ” પર રાખી શકાય નહી.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ એડવિઝન કંપની દ્વારા રૂા.૧૦૦ કરોડ કરતા વધુ રકમના હિસાબ જમા કરાવવામાં આવ્યા નથી તથા જે રકમ જમા કરાવી છે તેની રસીદોની બેંક સ્ટેટમેન્ટ સાથે મેળવણી થતી નથી, આમ હોડીગ્સ- બેનરોનો કોન્ટ્રાકટ આપી તંત્રને રૂા.૧૦૦ કરતા વધુ રકમનું નુકશાન થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.