Western Times News

Gujarati News

ઈડીએ મુંબઈના મોનાર્ક યુનિવર્સલ ગ્રુપ ઉપર સકંજો કસ્યો

નવી દિલ્હી, ઈડીએ મુંબઈના મોનાર્ક યુનિવર્સલ ગ્રુપ પર સકંજો કસવાની શરૂઆત કરી છે. આ શ્રેણીમાં, ઈડીએ પીએમએલએ હેઠળ નવી મુંબઈમાં સ્થિત જૂથની રૂ. ૫૨.૭૩ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

વાસ્તવમાં, મોનાર્ક યુનિવર્સલ ગ્રુપ પર જાહેરાતો દ્વારા નવી મુંબઈમાં તેના ઘણા પ્રોજેક્ટ્‌સ માટે ખરીદદારોને આકર્ષિત કરવાનો અને પછી તેમને ફ્લેટ ન આપવાનો આરોપ છે.

આ માટે ગ્રુપે બોલિવૂડની એક મોટી અભિનેત્રીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી. ઘણા રોકાણકારોએ પોલીસને કરેલી તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે બોલિવૂડ અભિનેત્રીને મોનાર્ક યુનિવર્સલ ગ્રુપના પ્રોજેક્ટ્‌સને પ્રમોટ કરતી જોઈને તેઓએ કંપનીમાં રોકાણ કર્યું હતું.

ઈડીએ મહારાષ્ટ્ર પોલીસમાં મેસર્સ મોનાર્ક યુનિવર્સલ ગ્રુપ, ગોપાલ અમરલાલ ઠાકુર, હસમુખ અમરલાલ ઠાકુર અને અન્યો સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ નોંધાયેલા કેસોની તપાસ કરી હતી. આરોપ છે કે બિલ્ડર જૂથે ફ્લેટ ખરીદનારાઓ પાસેથી પૈસા લીધા પછી રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું.

આ કારણે, ફરિયાદના આધારે, મહારાષ્ટ્ર પોલીસે બિલ્ડર કંપની અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ઈડી હવે આની તપાસ કરી રહી છે.ઈડીની તપાસમાં ખુલાસો થયો છે કે ગોપાલ અમરલાલ ઠાકુરે રોકાણકારોની મોટી રકમ તેના વિવિધ સહયોગીઓને ટ્રાન્સફર કરી હતી.

તેઓએ ચતુરાઈપૂર્વક રોકાણકારોના નાણાં નવી મુંબઈના વિવિધ બિલ્ડરો જેમ કે મેસર્સ બાબા હોમ્સ, મેસર્સ લાખાણી બિલ્ડર્સ પ્રા. લિ., મેસર્સ મોનાર્ક સોલિટેર એલએલપી અને અન્ય. ઈડીની તપાસમાં આ સમગ્ર મની ટ્રેલનો ખુલાસો થયો છે.ઈડી અનુસાર, મોનાર્ક ગ્રુપ અને તેના ડિરેક્ટરોએ એક જ ફ્લેટ બહુવિધ ખરીદદારોને વેચ્યો હતો.

તેઓએ ગ્રાહકોની જાણ વગર પહેલાથી જ વેચાયેલા ફ્લેટને ગીરો મૂકીને એનબીએફસીએસપાસેથી લોન પણ લીધી હતી. પરિણામે, ગોપાલ અમરલાલ ઠાકુરની જુલાઈ ૨૦૨૧ માં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. ઓગસ્ટ ૨૦૨૧માં આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.