તૃણમૂલ બિઝનેસમેનના ઘર-ઓફિસ સહિત ૧૫ જગ્યાએ દરોડા
કોલકતા: પશ્ચિમ બંગાળમાં કોલસા કૌભાંડની તપાસ હવે અધિકારીઓ અને તૃણમૂલના નેતાઓ સુધી પહોંચી ગઈ છે. સીબીઆઇ અને ઈડીએે આજે શુક્રવારે તૃણમૂલના નજીકના બિઝનેસમેનના ઠેકાણઓ પર રેડ કરી છે. આ રેડ સાઉથ કોલકતા, આસનસોલ સ્થિત ઘર અને ઓફિસમાં કરવામાં આવી છે.
તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે કોલસાની તસ્કરી દરમિયાન ઘણા અધિકારીઓ અને નેતાઓએ લાચ પણ લીધી હતી. ઝડપથી તેમના ત્યાં રેડ કરવામાં આવી શકે છે. આ કેસમાં ગત વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં કોલકતાના ઝ્રછ ગણેશ બગારિયાની ઓફિસમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી સીબીઆઇની ટીમે કરી હતી.
આ મામલામાં બે દિવસ પહેલા જ સીબીઆઇએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની વહુ રુજિરા બેનર્જી અને રુજિરાની બહેન મેનકા ગંભીરની પુછપરછ કરી છે. બંને પાસેથી પૈસાની લેવડદેવડ અને આવકના સાધનો વિશેની માહિતી મેળવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હવે સીબીઆઇ આ તમામ બેન્ક એકાઉન્ટ અને સંપત્તિઓની તપાસ પણ કરી રહી છે. ઈડ્ઢને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યું છે.
કોલસા કૌભાંડમાં તૃણમૂલના નેતાઓ પર આરોપ લાગ્યા છે. તેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અભિષેક બેનર્જીનું નામ પણ સામેલ છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ગેરકાયદેસર રીતે હજારો કરોડના કોલસાનું ખનન કરવામાં આવ્યું છે. તેને એક રેકેટ દ્વારા બ્લેક માર્કેટમાં વેચવામાં આવી.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોલસા કૌભાંડની તપાસ શરૂ થઈ હતી. ત્યારથી ભાજપ આરોપ લગાવતી આવી છે કે તૃણમૂલ નેતાઓએ કોલસા કોભાંડમાંથી મળેલા બ્લેક મનીમાંથી શેલ કંપનીઓ બનાવીને તે પૈસાને વ્હાઈટ મનીમાં બદલ્યા છે. તેમાં સૌથી વધુ ફાયદો મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકને થયો છે.
અભિષેક તૃણમૂલની યુવા વિંગના પણ અધ્યક્ષ છે. તેમણે પોતાની પાર્ટીમાં વિનય મિશ્રા સહિત ૧૫ યુવાઓને મહાસચિવ બનાવ્યા હતા. વિનય શરૂઆતથી જ કોલસા કૌભાંડમાં આરોપી છે. તૃણમૂલે સીબીઆઇએ પર પ્રતિબંધ લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી, જે નામંજૂર થઈ હતી.