Western Times News

Gujarati News

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર: પ.બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે

ચૂંટણી પંચે પાચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે.

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ અને બીજા તબક્કામાં 1લી એપ્રિલના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મત ગણતરી 2 મેના રોજ થશે.

આસામમાં 3 તબક્કામાં થશે મતદાન થશે અને  મતગણતરી 2 મેના રોજ થશે.

કેરળ, તમિલનાડુ તથા પુડુચેરીમાં માં એક તબક્કામાં 6 એપ્રિલે ચૂંટણી યોજાશે 

ચૂંટણી પંચ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરશે. ટોલ ફ્રી હેલ્પલાઈનથી મતદાતા પોતાના નામની યાદી અંગે તપાસી શકશે. તમામ મતદાતા ઓનલાઈન પોતાનું મતદાતા કાર્ડ પણ મેળવી શકશે. તમામ પોલિંગ બૂથ પર પાણી, શૌચાલય અને વેઈટિંગ રૂમ હશે. આ ઉપરાંત વ્હીલ ચેર પણ હશે. આ સાથે હવે આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે.

તમામ ચૂંટણી અધિકારીઓ કોરોના વોરિયર્સ છે. કોરોનાની સ્થિતિને જોતા તમામ ચૂંટણી અધિકારીઓનું વેક્સિનેશન કરવામાં આવશે. તથા મતદાનનો સમય એક કલાક વધારવામાં આવશે. ચૂંટણી સમયે નિયમોનું પાલન કરવામાં આવશે. ઘરે ઘરે સંપર્ક માટે પણ નિયમ હશે. ઘરે ઘરે પ્રચાર માટે 5 લોકો જ સાથે જવા મંજૂરી રહેશે. ઉમેદવારી પત્રક ભરવાની તેમ જ સિક્યોરિટી મની ઓનલાઈન ભરી શકાશે.રેલી માટે મેદાન નક્કી હશે.

ચૂંટણી કમિશ્ચનરે જણાવ્યું હતું કે ચૂંટણીવાળા રાજ્યોમાં અનેક વખત પ્રવાસ કરવામાં આવ્યો છે. 31 મેના રોજ આસામ વિધાનસભા, 24 મેના રોજ તમિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થશે. કુલ 824 વિધાનસભા બેઠકમાં 18.68 કરોડ મતદાતા 2.7 લાખ બૂથ પર મતદાન કરશે.

મુખ્ય ચુંટણી કમિશ્નર સુનીલ અરોડાએ કહ્યું કે આમારા માટે મતદાતાઓને સુરક્ષિત, મજબૂત અને જાગૃત રાખવા તે સૌથી મોટું કામ છે.મતદાતાઓની સુરક્ષાની પૂરી કાળજી રાખવામાં આવશે. ચૂંટણી સમયે કોરોના ગાઈડલાઈનની પૂરી કાળજી રાખવામાં આવશે.

પ.બંગાળ રાજ્યમાં હાલમાં તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે. 2016ની ચૂંટણીમાં TMCએ 211 બેઠકો જીતી હતી. ડાબેરી અને કોંગ્રેસનું ગઠબંધન 76 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. રાજ્યમાં આ વખતે સમગ્ર તાકાત લગાવી રહેલા ભાજપ માત્ર 3 સીટ જ મેળવી શક્યું હતું. અન્યનાં ખાતાંમાં 4 બેઠક આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.