ગેસ,પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા બાદ જીવન જરૂરિયાતના ભાવ આસમાને પહોંચ્યા
નવીદિલ્હી: સામાન્ય જનતાને જીવવા માટે ખરેખર કપરા ચઢાણો ચડવા પડી રહ્યા છે ત્યારે રાંધણ કેસ, પેટ્રોલ ડિઝલના ભાવ બાદ હવે તેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. તેલના ભાવમાં ભડકો થયો છે. સિંગતેલના ભાવમા ૭૫ રૂપિયાના વધારા સાથે ૨૫૫૦ પર પહોંચી ગયો છે. કપાસિયા તેલમાં પણ રૂ ૧૦૦ના વધારો થયો છે. એટલે કપાસિયા તેલનો બાવ ૧૯૦૦થી ૨૦૦૦ પર પહોંચ્યો છે જ્યારે પામ તેલમા ૧૦૦નો વધારા સાથે ૧૮૯૦ રૂપિયા પહોંચ્યો છે. એલપીજી ભાવમાં ૧ મહિનામાં ત્રીજી વખત વધારો થયો છે. સબસિડિ વિનાના એલપીજી સિલિન્ડરમાં રૂ.૨૫નો વધારો થતાં ૩ મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ.૨૦૦નો વધારો નોંધાયો છે.
દરેક દેશવાસીને હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ દઝાડી રહ્યા છે. સતત વધી રહેલા ભાવથી દેશની જનતા ત્રસ્ત થઈ ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં હાલ પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા લીટરે પહોંચી ગયા છે. જે રાજ્યોમાં વેટ અને સેસની ટકાવારી વધારે છે ત્યાં આ કિંમત હવે ન્યૂ નોર્મલ થઈ શકે છે. તો કેન્દ્રએ પહેલા જ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેથી જાે ભાવમાં ઘટાડો ન થાય કે તેલ ઉત્પાદક દેશો એપ્રિલથી ઉત્પાદનમાં ભારે વધારો નથી કરતા તો ગ્રાહકોને દૂર દૂર સુધી કોઈ રાહત મળવાની આશા દેખાતી નથી