મોટેરા પિચને લઇ ઇગ્લેન્ડ આઇસીસીથી ફરિયાદ નહીં કરે

નવીદિલ્હી: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ટેસ્ટ સીરીજની ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં જ પુરી થઇ ગઇ જાે કે મેચ બાદ ક્રિકેટ જગતની અનેક દિગ્ગજ ખેલાડીઓએ મોટેરાની પિચની ટીકા કરી એવી ચર્ચા છે કે પિચની ફરિયાદને લઇ ઇગ્લેન્ડ આઇસીસીની પાસે પણ જશે પરંતુ હવે ટીમના હેડ કોચ ક્રિસ સિલ્વરવુડે આવી તમામ અટકળો પર વિરામ લગાવી દીધુ છે.
તેમણે મોટેરા પિચના સંબંધમાં આઇસીસીમાં કોઇ પણ રીતની સત્તાવાર ફરિયાદ દાખલ કરવાની ચર્ચાને રદ કરી દીધી છે તેમણે કહ્યું કે ભારતની વિરૂધ્ધ ત્રીજી ટેસ્ટમાં તેમની ટીમના બે દિવસમાં હારી જતા પહેલા તેમને વિકેટથી થોડી વધુ વિલંબ સુધી સારી રહેવાની આશા હતી
જયારે સુનીલ ગાવસ્કરે પિચને દોષ આપવાની જગ્યાએ પોતાના સ્પિનરોને જીતનો શ્રેય આપ્યો છે.સિલ્વરવુડે સુકાની જાે રૂટની વાતો પર સહમતિ વ્યકત કરી જેમાં તેમણે કહ્યું હતું કે ભારત આ મુશ્કેલ વિકેટ પર તેમની ટીમથી સારૂ રમ્યુ રૂટે ભારતની પહેલી ઇનિગ્સ દરમિયાન શાનદાર બોલીંગ કરતા આઠ રન આપી પાંચ વિકેટ હાંસલ કરી ઇગ્લેન્ડના કોચે કહ્યું કે અમે એવી મુશ્કેલીમાં ફસાઇ ગયા જેનો અમારા ખેલાડીઓને પહેલા અનુભવ ન હતો તેમણે કહ્યું કે અમને આશા હતી કે વિકેટ થોડી વધુ સુધી સારી રહેશે પરંતુ આમ થયું નહીં. તેમણે કહ્યું કે અમે હારી ગયા અને હવે આગામી મેચ તરફ આગળ વધીશું કોઇ ફરિયાદ કરવામાં નહીં આવે