ઈન્કમટેક્ષ ફલાયઓવર માસના અંતમાં શરૂ કરાશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રૂ.૬૦ કરોડના ખર્ચે ર૧.પ મીટર પહોળો તથા ૮૦પ મીટર લંબાઈ ધરાવતો ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે બાંધવામાં આવેલ ફલાય ઓવર લગભગ પૂર્ણતાને આરે છે, અને સુત્રોના જણાવ્યા પ્રમાણે આ માસની આખર સુધીમાં વરસાદની શરૂઆત પહેલા જનતા માટે ખુલ્લો મુકાશે.
સતત ભીડ-ભાડ વાળા આ રસ્તા પર ફલાય ઓવરનું બાંધકામ ચાલતા રોજના હજારો વાહનચાલકો તથા રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે ફલાયઓવર શરૂ થતાં મુશ્કેલીઓનો અંત આવશે.
રોડ-બિલ્ડીંગ ચેરમેન રમેશદેસાઈના જણાવ્યા મુજબ બ્રિજનું બાંધકામનું કામકાજ લગભગ પૂર્ણતાને આરે જ અને આ મહીનાના અંત સુધીમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. દરમ્યાન એવું આયોજન કરવામાં આવી રહયું છે કે ઉદ્ઘાટન પહેલા ત્યાંથી વાહનો પસાર થઈ શકે જેથી ટ્રાફીક સમસ્યા દૂર થઈ શકશે. સીટી એન્જીનીયર હીતેષ કોન્ટ્રાકટરે પણ જણાવ્યું હતું કેબ્રીજ પર ફીનીશીંગ કામ ચાલુ છે. અને ટુંક સમયમાં નગરજનો તેનો ઉપયોગ કરી શકશે.