ઈસરોએ અવકાશમાં ભગવદ ગીતા અને નરેન્દ્ર મોદીની તસવીર મોકલી
શ્રીહરિકોટા, ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન દ્વારા આજે રવિવારે ૧૯ ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ પીએસએલવી-સી૫૧ને રવિવારે સવારે ૧૦.૨૪ મિનટ પર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી એક લોન્ચ પેડના સહારે રવાના કરવામાં આવ્યું છે.
આ રોકેટથી ૬૩૭ કિલોના બ્રાઝીલિયાઈ ઉપગ્રહ અમેઝોનિયા -૧ સહિત ૧૮ અન્ય સેટેલાઈટ્સ પણ અંતરિક્ષમાં મોકલાઈ રહ્યાં છે. તેમાંથી ૧૩ અમેરિકાના છે. આ જ મિશનમાં ઈસરોએ અંતરિક્ષમાં ભગવદ ગીતા અને વડાપ્રધાન મોદીની તસવીર મોકલી છે.
રવિવારે સવારે રોકેટના લોન્ચિંગની સાથે જ ભારત તરફથી લોન્ચ કરવામાં આવેલા વિદેશી સેટેલાઈટની કુલ સંખ્યા ૩૪૨ થઈ ગઈ છે. ઈસરો ૨૮ ફેબ્રુઆરીએ પીએસએલવી-સી ૫૧ રોકેટથી બ્રાઝીલના સેટેલાઈટ, ત્રણ ભારતીય સેટેલાઈટ/ પેલોડ લોન્ચ કર્યા છે.
આ ત્રણેય ભારતીય સેટેલાઈટ ભારતના જ સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે. તેના નામ આનંદ, સતીશ ધવન સેટેલાઈટ અને યુનિટી સેટ છે. સતીશ ધવન સેટેલાઈટને સ્પેસ કિડ્સ ઈન્ડિયા નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. તેમાં ભગવદ ગીતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને નામ પણ સામેલ છે.
સ્પેસ કિડ્સ ઈન્ડિયાના સીઈઓ ડૉ. કેસને કહ્યું કે, અમારા જેવા સ્ટાર્ટઅપને મોકો આપવો જાેઈએ. તેથી અમે ઘણાં લોકોના નામ મંગાવ્યા હતા. અમારી પાસે અંદાજે ૨૫ હજાર નામ છે, જેમાંથી ૧૦૦૦ નામ ભારતની બહારના લોકોના છે.
હવે આ નામ સેટેલાઈટ દ્વારા અંતરિક્ષમાં જશે. તેમાં વડાપ્રધાન મોદીનું નામ અને ફોટો સેટેલાઈટના ઉપરની પેનલ પર છે. આ પહેલીવખત છે જ્યારે ભારતની ખાનગી કંપનીના સેટેલાઈટમાં લોકોના નામ અંતરિક્ષમાં જઈ રહ્યા છે.
૧૮ અન્ય સેટેલાઈટ્સમાં ચાર ઈન સ્પેસ છે. તેમાંથી ત્રણ ભારતીય શૈક્ષણિક સંસ્થાનોના સંઘ યુનિટીસેટ્સના છે, જેમાં શ્રીપેરંબદુરમાં સ્થિત જેપ્પિઆર ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, નાગપુરમાં સ્થિત જીએચ રાયસોની કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને કોઈમ્બતુરમાં સ્થિત શ્રીશક્તિ ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સામેલ છે. એકનું નિર્માણ સતીશ ધવન સેટેલાઈટ સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે અને ૧૪ એનએસઆઈએલના છે.