Western Times News

Gujarati News

અમદાવાદની 10000 થી વધુ મિલકતોનો પ્રોપર્ટી ટેક્ષ કબજેદારો ભરતાં નથી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનું મુખ્ય †ો છે પ્રોપટી ટેક્ષ, દર વર્ષે રૂ.૭૦૦-૮૦૦ કરોડ આવતી આવકની સામે કેટલાંક લોકો કરોડો રૂપિયાનો ટેક્ષ છુપાવતા પણ હોય છે. અને માહિતી અનુસાર ૮.૬૦ મિલકતોના કબજેદારો એવા છે કે જેઓ પ્રોપર્ટી ટેક્ષ ભરતા જ નથી અથવા ઓછી આકારણી કરાવી ઓછો ટેક્ષ ભરે છે. જેને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડતી હોય છે.

પશ્ચિમ ઝોનનો વિસ્તાર કે જે પોશ વિસ્તાર છે. ત્યાં જ સૌથી વધુ મિલકતોના કબજેદારો કાં તો ટેક્ષ ઓછો ભરે છે અથવા ભરતા જ નથી. પશ્ચિમ ઝોનના ૩૦૦૦ જેટલી મિલકતોના કબજેદારો કાં તો વેરો ઓછો ભરે છે અથવા ભરતા જ નથી. બીજા નંબર આવે છે કે કોટ વિસ્તાર. કોટ વિસ્તારથી લગભગ ૧ર૦૦થી વધુ મિલકતોના કબજેદારોએ આજે પણ વેરો માંગતા નથી. અથવા ઓછો ટેક્ષ ભરે છે. આ હકીકત છે કે કોટ વિસ્તારની મિલકતોની અનેક સમસ્યાઓ પણ છે.

મકાનો ખુબ જ ઓછા ભાવ આવતા હોય તો ભાડા વધારીને શકાતા નથી. તે માટે કોર્ટમાં દાવાઓ પણ ચાલતા હોય છે. તો કેટલીક મિલકતો જુની હોવાથી કબજેદાર ટેક્ષના પૈસા ભરતા નથી. માટે પણ લાચારી અનુભવાતી હોય છે. તો કેટલાંક ખોટા આકારણી માટે કોર્ટમાં પણ ગયા છે. ઉત્તર ઝોનમાં ૧૦૦૦ મિલકતો જ્યારે સૌથી ઓછા ૪રપ મિલકતો એવી છે કે જેના કબજેદારોએ ટેક્ષની રકમ ભરી નથી કે આકારણી ઓછી કરાવી ઓછો ટેક્ષ ભર્યો છે.

ટેક્ષ વિભાગના એક ઉચ્ચ અધિકારીઓે જણાવ્યુ હતુ કે અત્યારે લગભગ ૧૦,૦૦૦થી વધુ મિલકતો ટેક્ષ વિભાગના ધ્યાનમાં આવી છે. જેની વિગતો તૈયાર થઈ રહી છે. અને તે માટે ટૂંક સમયમાં જ મિલ્કતોના કબજેદારોને નોટીસ પાઠવીને રકમ વસુલ કરવા પગલાં લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.