Western Times News

Gujarati News

સાબરમતી નદીના પાણીમાં BOD અને CODની માત્રા દસ ગણી વધુ

 

સાબરમતી અ-શુધ્ધિકરણઃ મ્યુનિ.કમીશ્નર ત્રણ બ્રીજ વચ્ચે જ નદીને શુધ્ધ કરવાની લ્હાયમાં ૪૩ ગામના રહીશોને જીવલેણ રોગ ભેટ આપી રહયા હોવાના આક્ષેપ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : અમદાવાદની આગવી ઓળખ અને ધરોહર સાબરમતી નદી દિન-પ્રતિદીન પ્રદુષિત થઈ રહી છે. મ્યુનિ. કમીશ્નરે માત્ર ચાર મહીનામાં નદી શુધ્ધ કરવા માટે કરેલા દાવા અને વાયદા વધુ એક વખત પોકળ સાબિત થયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જ નદીમાં મોટી માત્રામાં સુઅરેજ વોટર છોડવામાં આવી રહયું છે. તેવી જ રીતે જી.આઈ.ડી.સી ટર્મીનલ પરથી કેમીકલયુકત પાણી પણ ટ્રીટ કર્યા વિના જ “બાયપાસ” થાય છે.

જેના પરીણામે નદીમાં જીવલેણ બેકટેરીયાની માત્રા વધી રહી છે. જેનો ભોગ ૪૦ કરતા વધુ ગામના ખેડૂતો અને રહીશો બની રહયા છે. કેન્દ્રીય પોલ્યુશન બોર્ડ દ્વારા નદીના પાણીમાં “બાયોલોજીકલ ઓકસીજન ડીમાન્ડ” અને “કેમીકલ ઓકસીજન ડીમાન્ડ” ના જે પેરામીટર નકકી કરવામાં આવ્યા છે. તેના કતા અનેકગણા વધુ માત્રામાં ંBOD અને CODસાબરમતીના પાણીમાં હોવાનું પ્રમાણિત થઈ રહયું છે.


દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીનો સમાવેશ થાય છે. જેનું મુખ્ય કારણ મ્યુનિ. કોર્પોરેશનની બેદરકારી હોવાનું માનવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશન સુઅરેજ વોટર ટ્રીટમેન્ટ માટે ૮૦૦ એમએલડી ક્ષમતાના કુલ રપ પ્લાન્ટ બનાવ્યા છે. તેમ છતાં દૈનિક ૩૦૦ થી ૪૦૦એમએલડી સુઅરેજ વોટર ડાયરેકટર નદીમાં છોડવામાં આવે છે. જેના પરીણામે નદી પ્રદુષિત થઈ રહી છે.

તેમાં જીવલેણ બેકટેરીયાનું પ્રમાણ વધી રહયું છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પેરામીટર મુજબ એક લીટર પાણીમાં વધુમાં વધુ ૧૦ મીલીગ્રામ ર્મ્ંડ્ઢ અનેપ૦ મીલીગ્રામ BOD હોવા જાઈએ. જેની સામે સાબરમતી નદીમાં BOD અને COD ની માત્રા અનેકગણ વધુ છે.

શહેરમાં સાબરમતી નદીનો જે સ્થળે થી પ્રવેશ થાય છે. તે સ્થળે બીઓડીનું પ્રમાણ ૧૪ છે. શહેરની મધ્યમાં તેમાં સામાન્ય વધારો જાવા મળે છે. જયારે  બ્રીજ પાસે બીઓડીનું પ્રમાણ ૧ર૦ અને સીઓડીનું પ્રમાણ ૩૦૦ મીલીગ્રામ છે. વૌઠા પાસે નદીમાં બીઓડીનું પ્રમાણ૧૪૭ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રીટ કર્યા વગર જે સુએરજ વોટર બાયપાસ કરવામાં આવે છે. તેમાં બીઓડી અને સીઓડીની માત્રા અનેક ગણી વધારે છે. વાસણા ૩પ એમએલડી એસટીપીમાં બીઓડી ૯૮ પીરાણા ૬૦ એમએલડી ડીઓડી ૧૧૪ વિઝોલ ૭૦ એમએલડીમાં ૧૪૦ પીરાણા ૧૦૬ એમએલડી વાસણા ૧ર૬ એમએલડીમાં ૯પ નવા પીરાણા ૧૮૦ એમએલડીમાં ,બીઓડી ૧૬૦ અને વાસણા ર૪૦ એમએલડી બીઓડીની માત્રા ૯પમાં મતલબ કે, મ્યુનિ.કમીશ્નરને શહેરના બે-ત્રણ બ્રીજ વચ્ચે જ નદી શુધ્ધ કરવામાં રસ છે. મ્યુનિ. કમીશ્નર ની બેદરકારીના પરીણામે જ એસટીપીમાંથી ટ્રીટ થયેલ સુઅરેજ વોટરમાં બીઓડીની માત્રા ૮૦ મીલીગ્રામ અને સીઓડીની માત્રા ૩૧૮ મીલીગ્રામ હોવાનું સાબિત થયું છે. તેથી સાબરમતી નદીનું પાણી પીવા કે ખેતીમાં ઉપયોગ કરવો હિતાવહ નથી.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોના જણાવ્યા મુજબ સાબરમતી નદીની અ-શુધ્ધિનો ભોગ ૪૩ ગામના રહીશો બની રહયા છે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લીક હેલ્થના સર્વેમાં ચોકાવનારા તારણો બહાર આવ્યા છે. સદ્દર સંસ્થાએ ૪૩ ગામ ના ૬૩૭ ઘરમાં પીવાલાયક પાણી સ્થળે રાખવામાં આવે છે. તેના પરીક્ષણ કર્યા હતા. જેમાં રર૬ ઘરમાં ઈ-કોલાઈ બેકટેરીયાની માત્રા ૧૧થી ૧૦૦૦ સુધી હતી.

જયારે ૮૮ મકાનોમાં તેનું પ્રમાણ ૧૦૦ થી ૧૦૦૦ અને ૧ર મકાનમાં તેની માત્રા ૧૦૦૦ થી ૧૮૦૦ પ્રતી ૧૦૦ મી.લી.પાણીમાં જાવા મળી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના પેરામીટર મુજબ પ્રતિ ૧૦૦ મી.લી.પાણીમાં ઈ-કોલાઈ બેકટેરીયાની માત્રા વધુમાં વધુ દસ હોવી જાઈએ. ઈ-કોલાઈ બેકટેરીયાના કારણે જ ઝાડા-ઉલ્ટી નો રોગ થાય છે.

સાબરમતી નદીના પાણીનો ૪૩ ગામમાં સિંચાઈ તરીકે પણ ઉપયોગ થાય છે. આ ગામોની ૯૪પ૦ હેકટર જમીનમાં સાબરમતી નદીના પાણીમાંથી ખેતી થાય છે. આ ખેતરોમાં કામ કરનાર ખેડૂતો અને મજૂરો તેમની સાથે ઈ-કોલાઈ તેમજ અન્ય જીવલેણ બેકટેરીયા સાથે લઈને જાય છે. જેનો ભોગ તેમના પરીવારજનો પણ બને છ.

નદીના પાણીમાં બીઓડીની વધુ માત્રા જળચર જીવ અને પશુ-પક્ષીઓ માટે પણ જીવલેણ માનવામાં આવે છે. જયારે સીઓડીની માત્રા વધુ હોવાના કારણે ચામડીનો રોગ થાય છે. અમદાવાદ નજીકના અનેક ગામોમાં ચામડીનો રોગ જાવા મળે છે. આ ગામોના રહીશો ને હાથ-પગમાં બળતરા થવાની સમસ્યા કાયમી બની ગઈ છે.

સાબરમતી નદી ના પ્રદુષણ નો મામલો સંસદના ચોમાસુ સત્રમાં પણ ઉઠયો હતો. કેન્દ્ર સરકારે સાબરમતી, તાપી અને મીડોલા નદીના શુધ્ધિકરણ માટે રૂ.૧૧૭૯.૭૮ કરોડની ફાળવણી કરી છે. એક રીપોર્ટ મુજબ નદીના કેટલાક હિસ્સાના પ્રદુષણ મામલે ગુજરાત નો પાંચમો નંબર છે. મહારાષ્ટ્રમાં પ૩, આસામમાં ૪૪, મધ્યપ્રદેશ રર, કેરલમાં ર૧ તથા ગુજરાતમાં ર૦ પ્રદુષીત સ્પોટ છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ ઓકટોબર ર૦૧૮માં સાબરમતીના પાણીને નહાવાલાયક કરવા માટે તાકીદ કરી હતી. મ્યુનિ.કમીશ્નરે આ તમામ “સળગતી સમસ્યા” નો નિકાલ કરવામાં લેશમાત્ર રસ નથી ! મ્યુનિ.કમીશ્નરને ત્રણ બ્રીજ વચ્ચે નદીના પરમાંથી પથ્થરો અને ધાર્મિક સામગ્રી દૂર કરીને “ગોબલ્સ પ્રચાર” કરવામાં જ રસ છે.

મ્યુનિ. કમીશ્નર ખરા અર્થમાં નદીને શુધ્ધ કરવા ઈચ્છતા હોય તો બ્રીજ પાસે કેમીકલ અને સુઅરેજ યુકત વોટરને બાયપાસ થતા બંધ કરાવવા જાઈએ તેમજ નદીના પાણીમાં બીઓડી અને સીઓડી નું જે પ્રમાણ કે તેમાં ઘટાડો કરવાની દિશામાં કાર્યવાહી કરવી જાઈએ તેવી ચર્ચા પણ ચાલી રહી છે.!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.