દેશમાં એક વધુ કૃષિ ક્રાંતિની જરૂરત :વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્રમાં બજેટના કાર્યાન્વયન પર વેબિનારને સંબોધિત કરતા કહ્યંું કે સતત વધતા કૃષિ ઉત્પાદનની વચ્ચે ૨૧મી સદીમાં ભારતને પોસ્ટ હાર્વેસ્ટ ક્રાંતિ અથવા તો ફૂડ પ્રોસેસિંગ ક્રાંતિની આવશ્યકતા છે મોદીએ કહ્યું કે દેશ માટે ખુબ સારૂ હોત જાે આ કામ બે ત્રણ દાયકા પહેલા જ કરી લેવામાં આવ્યું હોત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આજે અમે કૃષિના દરેક સેકટમાં દરેક ખાદ્યાન્ન ફળ શાકભાજી મત્સ્ય તમામમાં પ્રોસેસિંગ પર વિશેષ ધ્યાન આપવાનું છે તેના માટે જરૂરી છે કે કિસાનોને પોતાના ગામોમાં જ સ્ટોરેજની આધુનિક સુવિધા મળે ખેતરથી પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચવા સુધીની વ્યવસ્થા સુધારવી જ પડશે
મોદીએ કહ્યું કે આપણે દેશના કૃષિ ક્ષેત્રને પ્રોસેસ્ડ ફુડના વૈશ્વિક માર્કેટમાં વિસ્તાર કરવો જ પડશે આપણે ગામની પાસે જ કૃષિ ઉદ્યોગ કલસ્ટરની સંખ્યા વધારવી જ પડશે જેથી ગામના લોકોને ગામમાં જ ખેતરથી જાેડાયેલ રોજગાર મળી શકે
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે અમે કૃષિ ઉદ્યોગને મદદ કરવા માટે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની યોજના અને પીએલઆઇ સ્કીમ કાઢી આ
ઉપરાંત ભોજન ખાવા અને બનાવવા તૈયાર સમુદ્રી ભજન અને બીજા ભોજનની વસ્તુનો પ્રચાર કર્યો મોદીએ કહ્યું કે ઓપરેશન ગ્રીન્સ યોજના હેઠળ કિસાન રેલ માટે તમામ ફળો અને શાકભાજીના પરિવહન ઉપર ૫૦ ટકા સબસીડી આપવામાં આવી રહી છએ કિસાન રેલ પણ આજે દેશના કોલ્ડ સ્ટોરેજ નેટવર્કનું સશકત માધ્યમ બવી છે.તેમણે કહ્યું કે ખેતીથી જાેડાયેલ અને મહત્વપૂર્ણ પાસુ સોઇલ ટેસ્ટિંગનું છે ગત વર્ષઓમાં કેન્દ્ર સરકાર દ્વારા કરોડો કિસાનોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે હવે અમે દેશમાં સોઇલ હેલ્થ કાર્ડની ટેસ્ટિંગની સુવિધા ગામ ગામ સુધી પહોંચાડીશું
મોદીએ કહ્યું મોટા અનાજ માટે ભારતની એક મોટી જમીન ખુબ ઉપયોગી છે મોટા અનાજની માંગ પહેલા જ દુનિયામાં ખુબ વધુ હતી હવે કોરોના બાદ આ ઇમ્યુનિટી બુસ્ટરના રૂપમાં ખુબ પ્રસિધ્ધ થઇ ચુકી છે એક તરફ કિસાનોેને પ્રોત્સાહિત કરવા પણ ફુડ ઇડસ્ટ્રીના સાથીઓની ખુબ મોટી જવાબદારી છે આ ઉપરાંત આપણે ત્યાં કોન્ટ્રેકટ ફાર્મિગ લાંબા સમયથી કોઇને કોઇ રૂપમાં આવી રહી છે આપણો પ્રયાસ હોવો જાેઇએ કે કોન્ટ્રેકટ ફાર્મિગ ફકત વ્યાપાર બની ન રહે પરંતુ તે જમીન પ્રત્યે આપણી જવાબગારીને પણ આપણે નિભાવીએ