Western Times News

Gujarati News

અભિનેતા ફરદીન ખાન ફિલ્મોમાં વાપસી કરશે

મુંબઇ: પોતાનાં જમાનામાં બોલિવૂડનાં પોપ્યુલર એક્ટર ફિરોઝ ખાનનાં દીકરા ફરદીન ખાન ફિલ્મોમાં જબરદસ્ત રીતે વાપસી કરવાની તૈયારીમાં છે. લોકડાઉનનાં સમયનો સદઉપયોગ કરતાં એક્ટર એક વખત ફરી જુના શેપમાં પાછો ફરી ગયો છે. તેણે તેનું વજન ઘણું જ ઉતારી દીધુ છે. ફરદીન ખાનનું આ ટ્રાન્સફોર્મેશન હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે ફેટ થી ફિટ થયેલાં ફરદીન ખાનનો જુનો અવાતર જાેઇ ફેન્સ ખુશ થઇ ગયા છે. તે બાદથી જ બોલિવૂડમાં તેમની વાપસી અંગે અટકળો લગાવવામાં આવી રહી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ફરદીન ખાનને કાસ્ટિંગ ડિરેક્ટરથી ફિલ્મ નિર્માતા બનેલા મુકેશ છાબરાનાં ઓફિલસમાંથી નીકળતાં નજર આવ્યાં હતાં.

ઓફિસથી નીકળતા સમયની તેની તસવીરો ચર્ચાઓમાં છે. આ ફોટોમાં ફરદીન ખાનની ફિટનેસ જાેઇને સૌ કોઇ ચોકી ગયા છે. આ પહેલા ફરદીન ખાન તેનાં વધુ વજનનાં કારણે ચર્ચામાં હતો. ફરદીન ખાનને આપ નો એન્ટ્રી, હે બેબી અને જંગલી જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કરવા માટે જાણીતો છે. યૂનાઇટેડ કિંગડમથી પરત આવ્યાં બાદ ફરદીન ખાન તેનાં ફિલ્મી કરિયરને ફરી ચમકાવવામાં લાગી ગયો છે. ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે, ફરદીન ખાન નો એન્ટ્રીની સિક્વલની સાથે બોલિવૂડમાં જબરદસ્ત વાપસી કરી શકે છે.

૨૦૦૫માં રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ નો એન્?ટ્રીનું ડિરેક્શન અનીઝ બઝમીએ કર્યુ છે. આ ફિલ્મમાં ફદીન ખાન, અનિલ કપૂર, સલમાન ખાન, બિપાશા બાસુ, લારા દત્તા, ઇશા દેઓલ અને સેલિના જેટલીની સાથે નજર આવ્યો હતો. જ્યારે અનીસ બઝ્‌મીને નો એન્ટ્રીની સિક્વલ અંગે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, નો એન્ટ્રીને સૌએ પસંદ કરી હતી.

તેની સિક્વલ અંગે હું ઘણો જ ઉત્સાહિત છું. તેથી મે તેની સ્ક્રિપ્ટ લખવાની શરૂ કરી છે. સ્ક્રિપ્ટ લખવા માટે મારી પાસે એક વર્ષનો ટાઇમ હતો. અને આ સમયમાં સ્ક્રિપ્ટ પૂર્ણ થઇ ગઇ છે. આ મારી અત્યાર સુધીની ખાસ સ્ક્રિપ્ટમાંથી એક છે. જાે આપ તેની શૂટિંગ અંગે જાણવાં ઇચ્છો છો તો, તે માટે આપે પ્રોડ્યુસર બોની કપૂરને પુછવું પડશે. એક સ્ક્રિપ્ટ રાઇટર અને ડિરેક્ટરનાં રુપમાં હું તૈયાર છું. અને તેમની રજામંદીની રાહ જાેઇ રહ્યો છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.