વડાપ્રધાન મોદી તમિલ લોકોનું સન્માન નથી કરતા : રાહુલ ગાંધી
ચેન્નાઇ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તામિલનાડુની મુલાકાતનો આજે બીજાે દિવસ હતો આજે સોમવારે રાહુલ ગાંધી કન્યાકુમારી પહોંચ્યા જ્યાં તેમણે એક રોડ શો કર્યો. આ રોડ શો દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જાેરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમિલ લોકો અને તામિલ ભાષાને માન આપતા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન ‘૧ રાષ્ટ્ર, ૧ સંસ્કૃતિ, ૧ ઇતિહાસ “કહે છે તેથી હું પૂછવા માંગુ છું કે તમિલ ભારતીય ભાષા નથી? તમિલ ઇતિહાસ ભારતીય નથી અથવા તમિલ સંસ્કૃતિ ભારતીય નથી? ભારતીય તરીકે તમિલ સંસ્કૃતિનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું આરએસએસ દ્વારા તમિલ ભાષાનું અપમાન કરવાની મંજૂરી આપીશ નહીં. આ સમય દરમિયાન રાહુલ ગાંધીએ તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અહીંના મુખ્યમંત્રીઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા નથી, પરંતુ મોદીજી વતી જે કહેવામાં આવે છે તે તેઓ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જે વ્યક્તિ માત્ર મોદીને નમન કરે છે તે તમિલનાડુનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં.
રાહુલ ગાંધીએ મોંધવારી અંગે પણ મોદી સરકારની ટીકા કરી હતી તેમણે કહ્યું કે મોદી સરકારના રાજમાં મોંધવારી આસમાને પહોંચી છે પેટ્રોલ ડીઝલના ભાવમાં ખુબ વધારો થઇ રહ્યો છે આમ છતાં મોદી સરકાર સામાન્ય જનતાને રાહત આપવાના કોઇ પણ પગલા ઉઠાવી રહી નથી તેમણે કિસાન આંદોલન અંગે જણાવ્યું હતું કે કિસાનો છેલ્લા બે મહિનાથી આંદોલન કરી રહ્યાં છે
પરંતુ આ સરકાર તેમને યોગ્ય માંગણીઓ સાંભળવા તૈયાર નથી મોદીના અહંકારને કારણે કિસાનો પરેશાન થઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે મોદી સરકાર સામાન્ય જનતાની સરકાર નથી તે માત્ર એક બે બિઝનેસ મેનની સરકાર છે અને તેમના ઇશારા પર કામ કરી રહી છે. સામાન્ય જનતા સાથે આ સરકારને કોઇ મતલબ નથી તેમણે કહ્યું કે મોદી સરકાર ખાનગીકરણ કરી સરકારી એકમો વેપારીઓના હાથમાં સોંપી રહી છે.