Western Times News

Gujarati News

મોદીએ સિસ્ટર નિવેદાને કહ્યું, ‘રસી આપી પણ દીધી, ખબર જ ન પડી

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ખાતે કોવિડ-૧૯ વેક્સીનનો પહેલો ડોઝ લીધો અને તમામ લોકોને વેક્સીન લેવાની અપીલ કરી, જે બીજા ચરણના વેક્સીનેશન અભિયાન હેઠળ પાત્રતા ધરાવે છે. વડાપ્રધાન મોદીને પુડ્ડુચેરીની નિવાસી સિસ્ટર પી. નિવેદાએ ભારત બાયોટેકની કોવેક્સીન રસી આપી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સિસ્ટર નિવેદાને કહ્યું, ‘રસી આપી પણ દીધી, ખબર જ ન પડી.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીન આપ્યા બાદ સિસ્ટર નિવેદાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સર (પીએમ મોદી)ને ભારત બાયોટેકની કોવેક્સીન રસી આપવામાં આવી છે. તેમને બીજાે ડોઝ ૨૮ દિવસ બાદ આપવામાં આવશે. તેઓએ મને પૂછ્યું કે હું ક્યાંની રહેવાસી છું અને વેક્સીનેશન બાદ તેઓએ કહ્યું કે- રસી આપી પણ દીધી, ખબર જ ન પડી.વડાપ્રધાનને હવે ૨૮ દિવસ પછી આગામી ડોઝ આપવામાં આવશે.તેણે કહ્યું કે હું પોડિચેરીથી છું એમ્સમાં ત્રણ વર્ષથી કામ કરી રહી છું આજે સવારે ખબર પડી કે વડાપ્રધાન વેકસીનેશન માટે આવી રહ્યાં છે અને તેમને રસી લગાવવા માટે મને બોલાવવામાં આવી વડાપ્રધાનને જાેઇને સારૂ લાગ્યું હતું

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીન લીધા બાદ જાણકારી આપતા ટ્‌વીટ કરીને જણાવ્યું કે, મેં એઇમ્સમાં કોવિડ-૧૯ વેક્સીનનો પહેલો ડોઝ લીધો. મોદીએ રસી લગાવતો પોતાનો ફોટો શેર કર્યો જેમાં તે ્‌અસમિયા ગણછો પહેરેલ જાેવા મળી રહ્યાં છે અને હસતા હસતા રસી લગાવી રહ્યાં છે.

તેમની સાથે આ ફોટામાં સિસ્ટર નિવેદા ઉપરાંત કેરલની રહેવાસી એક અન્ય નર્સ રોસમ્મા અનિલ પણ જાેવા મળી રહી છે.
ટ્‌વીટ કરીને કહ્યું કે, ઉલ્લેખનીય છે કે આપણા ડૉક્ટર્સ અને સાયન્ટિસ્ટે ખૂબ ઓછા સમયમાં કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજૂબત કરવાનું કામ કર્યું છે.

હું તે તમામ લોકોને વેક્સીન લેવાની અપીલ કરું છું, જે તેને યોગ્ય છે. આવો સાથે મળી આપણે ભારતને કોવિડ-૧૯ મુક્ત કરવામાં યોગદાન આપીએ.
વડાપ્રધાન મોદીએ ટ્‌વીટની સાથે જ વેક્સીન લેતી વખતની પોતાની એક તસવીર પણ શૅર કરી, જેમાં તેઓ આસામનો ગમછો પહેરેલા જાેવા મળ્યા અને સ્મિત સાથે રસી લઈ રહ્યા છે. તસવીરમાં તેમની સાથે સિસ્ટર નિવેદા ઉપરાંત કેરળની નિવાસી એક અન્ય નર્સ રોસમ્મા અનિલ પણ જાેવા મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.