Western Times News

Gujarati News

મિસ ઈન્ડિયા દિલ્લી ૨૦૧૯ માનસી સહેગલ ‘આપ’માં સામેલ

નવીદિલ્હી: મિસ ઈન્ડિયા દિલ્લી ૨૦૧૯ ખિતાબની વિજેતા રહેલી માનસી સહેગલ સોમવારે આમ આદમી પાર્ટીમાં શામેલ થઈ ગઈ. પાર્ટી નેતા રાઘવ ચઢ્ઢાએ તેને પાર્ટીનુ સભ્યપદ અપાવ્યુ. માનસી સહેગલે દિલ્લી પલ્બિક સ્કૂલ, દ્વારકામાંથી શાળા શિક્ષણ પૂરુ કર્યા બાદ નેતાજી સુભાષ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી સાથે બીટેક કર્યુ છે. એફબીબી કલર્સ ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૧૯ના ઓડિશન્સ દરમિયાન માનસીએ કહ્યુ હતુ કે તે સમાજસેવી બનવાની ઈચ્છા ધરાવે છે. માનસી એક સ્ટાર્ટઅપ પણ ચલાવે છે.

પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર તેણે ખુદને ફેમિના મિસ ઈન્ડિયા દિલ્લી ૨૦૧૯, ટેડેક્સ સ્પીકર, એન્જિનિયર અને ઉદ્યમી ગણાવી છે. માનસી આવનારા ૨ વર્ષોમાં ૬ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓને મજબૂત કરવાનુ કામ કરશે. આમ આદમી પાર્ટીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાંખંડ, ગોવા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતાં યોજાનાર વિધાનસભા ચૂંટણી લડવાનુ એલાન કર્યુ હતુ. આ દરમિયાન અરવિંદ કેજરીવારે કહ્યુ હતુ કે કોઈ પણ પાર્ટી પાસે ભવિષ્ય માટે કોઈ વિઝન નથી અને માટે આ બધી જૂની વાતોનુ પુનરાવર્તન કરે છે. આમ આદમી પાર્ટી એકલી એવી પાર્ટી છે જે ભવિષ્ય વિશે વાત કરે છે અને જેની પાસે ૨૧ અને ૨૨મી સદીનુ વિઝન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.