Western Times News

Gujarati News

સલમાનના એક ફોનથી મિકા સિંહની ઉંઘ ઉડી ગઇ હતી

મુંબઇ: સલમાન ખાનના કિસ્સા ચારે તરફ ચર્ચામાં રહે છે ત્યારે એકવાર ભાઇજાને મિકા સિંહને એવો ફોન કર્યો હતો જેનાથી તે સુઇ શક્યો નહોતો. મિકા સિંહે જણાવ્યું કે એક વાર સલમાને તેને ફોન કર્યો હતો બાદમાં તેના પસીના છૂટી ગયા હતા. સલમાને તેની સાથે એક પ્રેન્ક કર્યો હતો અને તે આખી રાત સૂઇ શક્યો નહોતો.

મિકાએ કહ્યું કે સલમાનની આદત છે કે તે લોકોને ગમે ત્યારે ફોન કરી દે છે. રાત્રે ૪ વાગે પણ તે ફોન કરી શકે છે. તેવી જ રીતે મને પણ એક વાર ફોન કરી દીધો હતો અને તેમણે કહ્યું કે મેં તે જ ગીત રેકોર્ડ કર્યુ છે જે તે ગાયુ હતુ અને કહ્યું કે તારુ ગીત તો ગયું. મજાકમાં સલમાને કહ્યું હતું કે તારુ ગીત તો ગયુ આ સાંભળીને હું પરેશાન થઇ ગયો હતો અને રાત્રે સૂઇ શક્યો નહોતો. કારણકે સલમાન ભાઇ ગાશે તો મારુ ગીત કોઇ નહી સાંભળે.

રિયાલીટી મ્યૂઝિક શો ઇન્ડિયન પ્રો મ્યૂઝિક લીગ આવવાની તૈયારીમાં છે. હાલમાં જ શોના ગ્રાન્ડ પ્રિમીયરનુ શુટ કમ્પ્લિટ થયુ છે. શોના સેટ પર સલમાન, સાજીદ, જાવેદ અલી અને નેહા ભસીન, શાન અને કૈલાશ ખેર જેવા સિંગર હાજર હતા. આ એક અનોખો મ્યૂઝિક શો છે જેમાં અલગ અલગ ક્ષેત્રોથી ૬ ટીમ અંદરોઅંદર કોમ્પિટીશન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.