લગ્ન બાદ ફસાયેલ નવવધૂ પાક.થી ભારત પાછી ફરી
ઇંદોર: કોરોના મહામારી દરમિયાન લગાવવામાં આવેલા લોકાડાઉન અને તમામ પ્રકારની સરહદો સીલ કરી દેવાના કારણે ભારત અને પાકિસ્તાનના ઘણા લોકો પોતાના દેશમાં પરત ફરી શક્યા નહોતા. કેટલાક પાકિસ્તાની ભારતમાં રહી ગયા તો કેટલાક ભારતીય પાકિસ્તાનમાં રહી ગયા હતા. હવે જ્યારે સ્થિતિ કેટલાક અંશે કંટ્રોલમાં આવી ગઈ છે અને રસી પણ ધીરે ધીરે લોકોને મળી રહી છે ત્યારે આવા લોકોનું ઘરે પરત ફરવાનું શરું થઈ ગયું છે. મહત્વનું છે કે ઇંદોરમાં રહેતા સાગર બજાજના લગ્ન ફેબ્રુઆરી ૨૦૨૦માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતી સંધ્યા સાથે થયા હતા અને પછી અચાનક લોકડાઉન લાગી ગયું હતું.
જાેકે સાગરને ગત નવેમ્બરમાં પોતાના દેશમાં પરત ફરવાની મંજૂરી આપવામાં આવી હતી જેથી તે પરત ફર્યો હતો પરંતુ તેની પત્ની સંધ્યા અને નવજાત દીકરીને ભારત આવવાની મંજૂરી આપવામાં આવી નહોતી. સાગરની ૩ મહિનાની દીકરી જેનું નામ લક્ષ્મી રાખવામાં આવ્યું છે તેનો જન્મ નવેમ્બર ૨૦૨૦માં પાકિસ્તાનમાં થયો હતો. આખરે વિઝા અને મંજૂરી મળતા ત્રણ મહિનાની લક્ષ્મી માતા સંધ્યા સાથે અટારી બોર્ડર મારફત ભારત પરત ફરી હતી. સંધ્યાએ કહ્યું કે તે ખૂબ જ ખૂશ છે કે લગ્નના આટલા સમય પછી તે પોતાના સાસરે ભારતમાં આવી શકી છે. જ્યારે સાગર બજાજે કહ્યું કે ત્રણ મહિના પછી મારી દીકરીને જાેઈને આજે હું બહું ખુશ છું.
અટારી બોર્ડરથી ગત શુક્રવારે પાકિસ્તાનથી કુલ ૨૨ પ્રવાસીઓ ભારત આવ્યા હતા. જેમાંથી ૧૩ પ્રવાસીઓ ભારતીય નાગરીક છે. જે પૈકી ૫ શ્રીનગર, ૩ પુંછ, ૨ બાંદીપુરા અને ૧ શોંપિયાના રહેવાસી છે. જ્યારે ૯ પાકિસ્તાની નાગરીકો છે જેઓ વિઝા પર ભારત કોઈને કોઈ કામ સાથે આવ્યા છે. જેમાં એક પરિવાર એવો પણ છે જે પાકિસ્તાનમાં રહેતા પોતાના સંબંધીને ત્યાં લગ્નમાં ગયો હતો પરંતુ લોકડાઉનના કારણે ફસાઈ ગયો હતો. હવે એક વર્ષે ભારત પરત ફરી રહ્યો છે. તેમના ચહેરા પર તે ખુશી જાેવા મળે છે કે તે ૧ વર્ષ પછી પોતાના દેશ પરત ફર્યા છે.
તમને જણાવી દઈએ કે ચીનથી શરું થયેલી કોરોના મહામારીએ ગત વર્ષે માર્ચ મહિનામાં જ આખી દુનિયામાં પોતોના ફેલાવો કર્યો હતો. જેના કારણે આખી દુનિયામાં લોકડાઉનના દ્રશ્યો હતા. તેથી જે લોકો બીજા દેશોમાં ફસાયેલા તેઓ હવે પાછલા કેટલાક સમયથી સ્થિતિ પ્રમાણમાં કંટ્રોલમાં આવતા પરત ફરી રહ્યા છે.