મ્યુનિ. લાઈટ વિભાગની વિજીલન્સ તપાસ કરવા માંગણી
સ્ટ્રીટ લાઈટ મેન્ટેનન્સના કોન્ટ્રાકટર સિટેલુમને બ્લેક લીસ્ટ કરો : બદરૂદ્દીન શેખ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પો દ્વારા સ્ટ્રીટલાઈટના મેઇન્ટેન્સ માટે સિટેલુમ કમ્પનીને પાંચ વર્ષનો કોન્ટ્રકટ આપવામા આવ્યો હતો તેની મુદ્દત જૂન ૨૦૧૯મા પુરી થઈ ગઈ છે સામાન્ય રીતે કોઈ પણ કોન્ટ્રેક્ટની મુદ્દત પુરી થાય તેના ૬ મહિના પહેલા નવા ટેન્ડરની પ્રક્રિયા કરવામા આવે છે જેથી જે તે કમ્પની ની મુદ્દત પુરી થાય તે પહેલા નવા ટેન્ડર મંજૂર થઈ જાય છે. તેમ છતાં લાઈટ વિભાગના અધિકારીઓએ મેળા પીપણા કરીને સિટેલુમ કંપનીની મુદતમાં વધારો કરી આપી ફરીથી આજ કંપનીને કોન્ટ્રાકટ મળે તે માટે પ્રયાસ કરી રહયા હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યાં છે.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા બદ્દરૂદીન શેખે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે શહેરની સ્ટ્રીટ લાઈટોની જાળવણી જવાબદારી જે કંપનીને સોંપવામાં આવી છે તે સિટેલુમ નામની કમ્પનીને પાંચ વર્ષમાં કરોડો રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે.
સીટેલૂમ કમ્પનીએ અનેક શરતોનો ભંગ પણ કર્યો છે પેટા કોન્ટ્રાકટ ના આપી શકાય તેમ છતા પેટા કોન્ટ્રાકટ વગર મંજૂરીએ આપવામાં આવ્યો છે દરેક વોર્ડ દીઠ ૪ કર્મચારી એક ડ્રાયવર અને વાહનની શરત હતી તેમ છતા તેમાં પણ સ્ટાફ ઓછો રાખવામા આવ્યો છે ટેન્ડરમાં સોડિયમ થાબલા રૂ૧૦૫ મંજુર કરવામાં આવ્યા ત્યાર બાદ કરોડોના ખર્ચે એલ.ઇ.ડી લાઈટો લગાડવામાં આવી તેમાં ખૂબજ ઓછો મેઇન્ટેનન્સ આવે છે.
તેમ છતાં અધિકારીઓએ કંપની સાથે મળીને સીંગલ ફિટીંગના થાભલાના રૂપિયા ૭૦ અને ડબલ ફિટીંગનો રૂપિયા ૧૪૦ મંજૂર કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન ને દર વર્ષે કરોડો રૂપિયાનો નુકસાન કરેલ છે ઉપરાંત શહેરમાં સોડિયમના સ્થાને ૧.૫૫ લાખ ફિટીગ્સ બદલવામાં આવ્યા છે તે ફિટીંગ ક્યાં ગયા? જે ફિટીંગ કાઢી નાખવામાં આવ્યા છે તેનો પણ મેઇન્ટેનન્સ ચાર્જ આપવામાં આવે છે.
ગઈ કાલે નરોડા વિસ્તારમાં લાઈટના થાભલા માંથી કરન્ટ લાગતા બે બાળકો મૃત્યુ પામ્યા છે મૃત્યુ પામેલા બાળકોના કુટુંબીજનોને સિટેલુમ કંપની પાસેથી રૂપિયા દસ દસ લાખની સહાય કરવી જોઇએ શહેરમાં અનેક થાંભલાઓમાં વાયરો ખુલ્લા રહે છે જેના કારણે થોડા સમય પહેલા એક બકરી પણ મૃત્યુ પામી હતી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેઇટેનન્સ ના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતટે સિટેલુમ કંપની અને બી.વી.જી નામની કંપનીએ ટેન્ડર ભર્યા હતા તેમાં યેનકેન પ્રકારે બી.વી.જી.કંપનીને ડીસક્વાલીફાઈ કરવામાં આવી હતી અને ટેન્ડર રી ઇનવાઈટ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા તેમાં વહીવટી તંત્રને પ્રીતિપાત્ર માત્ર એક ટેન્ડર સિટેલુમ કંપની નો સિંગલ ટેન્ડર આવ્યો છે તેને બારોબાર કોનટ્રેકટ પધરાવી દેવાની પેરવી થઈ રહી છે આ લાઈટ ખાતાનું એક મોટું કૌભાંડ છે અનેક શરતોનો ભંગ કરનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવી જોઈએ અને કંપની અને અધિકારીઓ દ્વારા જે ગેર વહીવટ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન ની તિજોરીને કરોડો રૂપિયાનો નુકસાન પહોંચાડનાર સામે તાકીદે વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.