Western Times News

Gujarati News

અમે ૪૪ વર્ષ જુના મિગ ૨૧ ઉડાવી રહ્યાં છીએ આટલી જુની તો કોઇ ગાડી ન ચલાવેઃ ધનોઆ

નવીદિલ્હી, જુના પડી ચુકેલ ભારતીય વાયુસેનાના વિમાન મિગ ૨૧ ઉપર વ્યંગ કરતા વાયુસેનાના પ્રમુખ એયરચીફ માર્શલ બી એસ ધનોવાએ કહ્યું છે કે વાયુસેના હજુ પણ ૪૪ વર્ષ જુના મિગ ૨૧ વિમાન ઉડાવી રહી છે.જયારે આટલા વર્ષ બાદ તો કોઇ પોતાની કાર પણ ચલાવે નહીં વાયુસેનાનું મિગ ૨૧ વિમાન ચાર દાયકાથી વધુ જુના થઇ ગયા છે પરંતુ હજુ પણ તે વિમાન વાયુસેનાનું કરોડરજજુ બનેલ છે.

દુનિયામાં કદાચ જ કોઇ દેશ આટલા જુના લડાકુ વિમાન ઉડાવતુ હશે કારણ છે કે વાયુસેનાની પાસે મિગ ૨૧ના વિકલ્પ તરીકે કોઇ વિમાન નથી આ વિપરીત પરિસ્થિતિ છતાં વાયુસેના સમગ્ર શક્તિ સાથે તેના પર વિશ્વાસ રાખે છે એટલું જ નહીં સરહદની રક્ષા કરે છે અને દુશ્મનના પડકારોનો જવાબ પણ આપે છે. ભારત પાકિસ્તાન સીમા પર તનાવ પર વાયુસેનાના વડા બી એસ ધનોઆએ કહ્યું કે અમે જાયુ છે કે તેમની શું તહેનાતી છે ભારતીય વાયુસેના હંમેશાથી સતર્ક રહે છે એવું નથી કે તનાવ થયો છે તો અમે સતર્ક છીએ.એયર ડિફેંસ સિસ્ટમની જવાબદારી અમારી છે તો અમે સતર્ક છીએ.


વાયુસેનાના પ્રમુખે આ વાત દિલ્હીમાં એયરફોર્સ ઓડિટોરિયમમાં રક્ષા મંત્રી રાજનાથસિંહની હાજરીમાં કહી હતી. પ્રસંગ હતો વાયુસેનાના આધુનિકીકરણ અને સ્વદેશીકરણને લઇ થઇ રહેલ સેમીનારનો.આ પ્રસંગ પર રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતીય વાયુસેના એક ધંધાદારી વાયુસેના છે બાલાકોટ હુમલા બાદ તેની શક્તિ દુનિયાએ માની છે.

એ યાદ રહે કે અત્યાર સુધી વાયુસેના લગભગ ૫૦૦થી વધુ મિગ ૨૧ લડાકુ વિમાન દુર્ઘટનાનો શિકાર થઇ ચુકયા છે વાયુસેનાની જરૂરીત લગભગ ૪૨ સ્કાવડ્રનની છે પરંતુ તેની પાસે લગભગ ૩૧ સ્કાવડ્રન છે.ફ્રાંસથી ખરીદવામાં આવેલ રફેલનો પહેલો જથ્થો આગામી મહિને સપ્ટેમ્બરમાં આવશે. ફરાંસથી ભારતે ૩૬ રાફેલ ખરીદવાનો સોદો કર્યો હતો તેની ડિલવરી ૨૦૨૨ સુધી થશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.