RTO (પૂર્વ) દ્વારા મોટર સાયકલની સીરીઝ GJ-27-DPમાટે ઇ-ઓકશન
આર.ટી.ઓ.(પૂર્વ)ની કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબર માટે નવી સિરિઝ GJ-27-DPની ફાળવણી તેમજ મોટર સાયકલ તથા મોટરકારની જૂની સિરિઝના સિલ્વર – ગોલ્ડન નંબર માટે ઇ-ઓક્શનથી શરૂ કરવામાં આવેલ છે.
ઇચ્છા ધરાવનાર વાહન માલિકે તેમના વાહનની વેચાણ તારીખ તથા વીમા તારીખ તે બેમાંથી જે વહેલું હોય તે મુજબ દિન-૭ માં તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી HTTP://parivahan.gov.in/fancynumberપર રજિસ્ટ્રેશન કરી ઇ-ઓક્શનમાં ભાગ લઇ શકશે.
તા. ૦૧-૦૩-૨૦૨૧ થી તા. ૦૩-૦૩-૨૦૨૧ સુધી ઇ-ઓક્શન માટે ઓનલાઇન સી.એન.એ. ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવાના રહેશે. તા. ૦૪-૦૩-૨૦૨૧ થી તા. ૦૫-૦૩-૨૦૨૧ સુધી ઇ-ઓક્શનનું બીડીંગ કરવાનું રહેશે. તા. ૦૬-૦૩-૨૦૨૧ના રોજ ઇ-ઓક્શનના ફોર્મ આર.ટી.ઓ.(પૂર્વ)ની કચેરીમાં જમા કરાવવાના રહેશે. સફળ ઉમેદવારોએ વધારાની ભરવાની બીડીંગની રકમની રસીદસાથે દિન-૫ માં જમા કરાવવાની રહેશે. આ સિવાયની અરજીઓ નામંજૂર કરવામાં આવશે.
વાહનની વેચાણતારીખ અને વીમા તારીખ એ બે માંથી જે ઓછુ વહેલું હોય તે જ અરજદારો પસંદગીના નંબરો માટે ૬૦ દિવસ સુધી ઇ-ઓક્શનમાં ભાગ લેવા અરજી કરી શકશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અમદાવાદ(પૂર્વ)ની અખબારી યાદીમાં જણાવાયું છે.